વેરાવળ અને ઉના તાલુકામાં બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજના વહન અને ખનન સામે તંત્રની કાર્યવાહી

ગીર સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ની ટીમ દ્વારા વેરાવળ અને ઉના તાલુકાના વાવરડા ગામ તપાસ કરવામાં આવી હતી.…

ગીર સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ની ટીમ દ્વારા વેરાવળ અને ઉના તાલુકાના વાવરડા ગામ તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં ઉનાના વાવરડા ખાતેથી સ્થળ પરથી 03(ત્રણ) ચકરડીઓ તેમજ 01(એક) જનરેટર મશીન સીઝ કરવામાં આવ્યાં હતાં.

આ તપાસ દરમિયાન વાવરડા ખાતે સ્થળો પર જોવા મળેલા ગેરકાયદેસર બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજ નું ખનન / ખોદકામની સર્વેયર દ્વારા માપણી કરવામાં આવી છે. તેમજ 01(એક) ટ્રેક્ટર/ટ્રોલી જેમા આશરે 04.00 મેટ્રિક ટન બિન અધિકૃત લાઈમસ્ટોન ખનીજ ભર્યું હોવાનું જણાતાં સ્થળ પર જ રૂૂ. 45,616 ના દંડની ભરપાઇ કરાવવામાં આવી હતી. આમ, બિન અધિકૃત રીતે ખનન સબબ અટકાયત કરી નિયમો અનુસાર દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં, આ અગાઉ ભૂસ્તરશાસ્ત્રી ના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ની ટીમ દ્વારા સઘન ચેકીંગ ની કામગીરી હાથ ધરી વેરાવળ તાલુકાના વિસ્તારમાંથી કુલ બિન અધિકૃત રીતે વહન કરતાં 04 વાહનની અટકાયત કરી નિયમો અનુસાર રૂૂ. 3.32 લાખ જેટલી દંડની વસુલાત હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *