ભારતીય ઉદ્યોગપતિ અને ’વેક્સિન કિંગ’ તરીકે જાણીતા આદર પૂનાવાલાએ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ખરીદવામાં રસ દાખવ્યો છે. 22 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર તેમણે જાહેરાત કરી કે, ’આગામી થોડા મહિનામાં હું આરસીબી માટે સ્પર્ધાત્મક બોલી લગાવીશ. તે IPLની સર્વશ્રેષ્ઠ ટીમોમાં સ્થાન ધરાવે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની માલિક ડિયાજિયો કંપનીએ આ પ્રક્રિયાને ‘સ્ટ્રેટેજિક રિવ્યુ’ ગણાવી છે. વર્ષ 2025માં જ્યારે વિરાટ કોહલીની ટીમે પ્રથમવાર ટાઇટલ જીત્યું, ત્યારથી જ આ ટીમને ખરીદવા માટે મોટા ઉદ્યોગપતિઓ લાઈનમાં હતા. લલિત મોદીએ પણ અગાઉ સંકેત આપ્યો હતો કે આરસીબી જેવી મજબૂત બ્રાન્ડ વેલ્યુ ધરાવતી ટીમ નવા રેકોર્ડ સર્જી શકે છે.
