જામનગરમાં મહિલા બેંક કર્મચારીના એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરી

જામનગરમાં શિવ ટાઉન શિપમાં રહેતી, અને એક ખાનગી બેંકમાં ફરજ બજાવતી રાધિકાબેન રાજેન્દ્રસિંહ જનવાર નામની મહિલા બેંક કર્મચારીએ અંબર સિનેમા રોડ પર પાર્ક કરેલા પોતાના…

જામનગરમાં શિવ ટાઉન શિપમાં રહેતી, અને એક ખાનગી બેંકમાં ફરજ બજાવતી રાધિકાબેન રાજેન્દ્રસિંહ જનવાર નામની મહિલા બેંક કર્મચારીએ અંબર સિનેમા રોડ પર પાર્ક કરેલા પોતાના એકટીવા સ્કૂટરની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવતી બેંકમાંથી છૂટ્યા પછી પોતાનું સ્કૂટર લઈને અંબર સીનેમા રોડ પર આવી હતી, જ્યાં એક કપડાની દુકાનમાં ખરીદી કરવા માટે ગઈ હતી, જે દરમિયાન 20-25 મિનિટના સમયગાળા દરમિયાન કોઈ તસકરો બહાર પાર્ક કરેલું એકટીવા સ્કૂટર ઉઠાવી ગયા હતા, જેની ડીકી ની અંદર તેઓએ રૂૂપિયા 15,000 ની કિંમતનું ટેબલેટ, ઉપરાંત એટીએમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, ડેબિટ કાર્ડ, સહિતના પર્સ વગેરેને પણ ચોરી કરી લઈ ગયા હતા. જે તસ્કરને પોલીસ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *