શહેરમાં રહેતી મહિલાએ સગા સંબંધીના દાવે પુત્રીની લગ્ન પ્રસંગ માટે હાથ ઉછીના આપેલા રૂૂપિયા પાંચ લાખ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે કુંવરબેન ને છ માસની સજા અને ચેક ની રકમનું દોઢું 7.50 લાખનું વળતર 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. વિગત મુજબ શહેર માં રહેતા કવિતા ડાયાભાઈ કુંભારે પોતાના સગા કુંવરબેન કનુભાઈ શિંગાળાની પુત્રીના લગ્ન પ્રસંગ હોવાથી આર્થિક મદદ માટે હાથ ઉછીના પાંચ લાખ રૂૂપિયા આપ્યા હતા.
જે રકમ ચૂકવવા માટે આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ કુંવરબેન શિંગાળા ને નોટિસ પાઠવી હતી છતાં સમય મર્યાદામાં રકમનો ચૂકવતા અંતે નેગોસીએબલ એકતા હેઠળ અદાલતમાં ફોજદારી ફરિયાદ કરી હતી બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે આરોપીને છ માસની સજા કરેલ હતી.
ચેકની રકમના 5,00,000 ના 7,50,000 રકમ આરોપીએ ફરિયાદીને વળતર પેટે 30 દિવસમાં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવેલો છે. આરોપી કસૂરવાર કર્યેથી આરોપીને વધુ 3 મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવાંમાં આવે છે. ફરિયાદી તરફે રાજકોટના પ્રખ્યાત એડવોકેટ દિલીપ પટેલ, કલ્પેશ બી નસીત, અનિતા આર. રાજવંશી, નૈમિશ એલ. જોશી તથા આસિસ્ટન્ટ તરીકે ઈશા કણઝારીયા રોકાયેલ હતા.
