જામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા

જામનગર માં એક યુવકે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી તેની સાથે મંદિર માં ફૂલહાર પહેરાવી ને લગ્ન કર્યા હતા. આ પછી તેણી સાથે અનેક વખત…

જામનગર માં એક યુવકે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી તેની સાથે મંદિર માં ફૂલહાર પહેરાવી ને લગ્ન કર્યા હતા. આ પછી તેણી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. જે અંગે ના કેસ માં અદાલતે આરોપી ને 10 વર્ષ ની સજા અને રૂૂ. 17 હજાર ના દંડ નો આદેશ કર્યો છે.

જામનગર માં રહેતા એક પરિવાર ની 17 વર્ષ ની સગીર વયની પુત્રીને ગોકુલ નગર વિસ્તારમાં રહેતો નયન કનુભાઈ પરમાર નામનો 19 વર્ષ ના યુવાન એ મિત્રતા કેળવી હતી. આ સગીરા બાવળાદર ગામે એક ધાર્મિક સ્થળે દર્શન કરવા ગઈ હતી ત્યાં આરોપી પણ આવ્યો હતો, અને આરોપીએ પોતાની સાથે ફ્રેન્ડશીપ કરવા જણાવી તેણી ને મોબાઈલ આપ્યો હતો. આ પછી સગીરા અને યુવક અનેક વખત મોબાઈલ ફોનમાં વાત ચીત કરતા હતા.ગત તા.30 માર્ચ 2019 ના સગીરા બપોરે ભોજન કરીને પોતાના કારખાને જતી હતી, ત્યારે એ વખતે યુવકે તેને ફોન કરીને મળવા નું જણાવ્યું હતું. આ પછી યુવક સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં થી બીજા દિવસે જામનગર નજીક દરેડ ગામ પાસે આવેલ મંદિર માં એકબીજાને ફૂલહાર પહેરાવીને લગ્ન કર્યા હતા.
અને એ જ દિવસે સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

આ પછી પણ અલગ અલગ સ્થળે ફરવા લઈ ગયો હતો. અને અનેક વખત સારી સંબંધ બાંધ્યો હતો. આ અંગેની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો હતો. અને જેલ હવાલે કર્યો હતો. આ અંગે નો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ ના જજ વી પી અગ્રવાલ સમક્ષ ચાલી જતા સરકાર પક્ષે 14 સાહેદો તપાસવામાં આવ્યા હતા ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જે સાંભળ્યા પછી અદાલતે આરોપી નયન પરમાર ને 10 વર્ષ ની સજા અને રૂૂપિયા 17 હજાર નો દંડ તેમજ ભોગ બનનાર ને રૂૂ.બે લાખ નું વળતર ચૂકવવા નો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *