રાજકોટની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા

મોરબીના શખ્સે સોશિયલ મીડિયામાં સંપર્ક કરી અપહરણ કરી લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યુ હતું રાજકોટ શહેરમા રહેતા પરિવારની આશરે 17 વર્ષ 6 માસની સગીર વયની દિકરીને…

મોરબીના શખ્સે સોશિયલ મીડિયામાં સંપર્ક કરી અપહરણ કરી લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યુ હતું

રાજકોટ શહેરમા રહેતા પરિવારની આશરે 17 વર્ષ 6 માસની સગીર વયની દિકરીને આરોપી સાગર મનસુખભાઈ મકવાણા, ઉ.વ.23 વાળો, હાલ મોરબી વાળાએ નવરાત્રી દરમ્યાન ભોગ બનનાર સાથે ફેન્ડશીપ કરીને આ કામના ભોગ બનનારના મોબાઈલ નબર મેળવી વોટસએપ તેમજ અન્ય સોશ્યલ મીડીયા મારફત અવારનવાર વાત કરી બાળકીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ ભોગ બનનારન ભગાડી જઈ તેનો સાથે અવારનવાર શરીર સબંધ બાધી આરોપી સાગર મનસુખભાઈ મકવાણા સામેનો કેસ ચાલી જતા સ્પેશ્યલ પોકસો કોર્ટના જજે આ સાગર મનસુખભાઈ મકવાણાને તકસીરવાન ઠરાવી પોકસો એકટની કલમ – 6 મુજબ 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂૂા.5,000/- નો દડ ફરમાવેલ છે. આઈ.પી.સી. કલમ 363 મજબ 5 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂૂા. 1,000/- નો દડ ફરમાવેલ છે તેમજ આઈ.પી.સી. ની કલમ -366 મુજબ 7 વર્ષથી સખ્ત કેદની સજા ફરમાવેલ છે. તેમજ ગુજરાત વિકટીમ કમ્પન્સેશન સ્કીમ અન્વયે ભોગ બનનાર બાળકીને રૂૂા.7,00,000/- ચુકવવાનો આદેશ આપેલ છે.

આ બનાવ અગે ભોગ બનનારના માતાની ફરીયાદ નોંધી ગાધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશન દવારા આરોપીની ધરપકડ કરી કાયદાકીય તપાસ કરીને પુરતા પુરાવાઓ મેળવી પી.આઈ. એ. બો. જાડેજા દવારા કોર્ટમા ચાર્જશીટ દાખલ કરવામા આવેલ હતુ.

આ કેસમા ફરિયાદ પક્ષે કુલ 11 સાહેદો તપાસીને 16 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરીને સરકારી વકિલશ્રી પ્રશાત પટેલએ આ કેસના સાહેદો પચોને તપાસીને પુરાવાઓની કડીઓ મેળવીને કેસમા પોતાની દલીલ રજુ કરીને ફરીયાદ પક્ષનો કેસ પુરવાર કરેલ છે.

આ કેસમા સરકારી વકિલ પ્રશાત પટેલએ રજુઆત કરેલ હતી કે, ભોગ બનનાર બાળકી તેની જુબાની વખતે બનાવની સમગ્ર ઘટના જણાવીને આરોપીને ઓળખી બતાવેલ છે અને ફરીયાદીના કેસને સમર્થન આપેલ છે તેમજ ભોગ બનનાર ની મેડીકલ તપાસ કરનાર ડોકટર તથા આરોપીની મેડીકલ તપાસ કરનાર ડોકટરે પ્રોસીકયુશના કેસને સમર્થન આપેલ છે.

આ આરોપી બાળકી સાથે ગુન્હો કરવાનો ઈરાદો ધરાવતો હોવાથી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલ છે. જેથી આરોપીનો ગુન્હો કરવાનો ઈરાદો સ્પષ્ટ થાય છે તથા ફરીયાદ પક્ષે રજુ થયેલા પુરાવાઓ જોતા આરોપી વિરૂૂધ્ધ કેસ પરવાર થતો હોય અને પોકસો એકટ જેવા ગભીર ગુન્હામા આરોપીને મહતમ સજા કરવી જોઈએ જેથી સરકારી વકિલની દલીલો માન્ય રાખીને આરોપીને કસુરવાર ઠરાવીને કોર્ટ દવારા ઉપર મુજબનો ચુકાદો આપેલ છે. આ કેસમા સરકાર પક્ષે એ.પી.પી.પ્રશાત પટેલ અને સહાયક તરીકે રાજન ટીબા, મુસ્કાન સમા રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *