માર મારી પોકસોમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત

આજકોટમાં આટોગેરેજના ધંધાર્થીને માર મારી પોકસોના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાના ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.…

આજકોટમાં આટોગેરેજના ધંધાર્થીને માર મારી પોકસોના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાના ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતા અને ઓટો ગેરેજનો ધંધો કરતા ફરિયાદી અશ્વિનભાઈ પ્રાગજીભાઈ વિસાણીને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી અને તેમાં ફોટો જોતા તે ફોટો તેમના મિત્રની માસીની દીકરીનો હોવાથી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદ વાતચીત પણ કરતા હતા. ત્યારબાદ તા.24/07/2025 ના રોજ છોકરીએ હું રાજકોટ મારા ભાઈના ઘરે આવી છું અને તમે કાલાવડ રોડ કટારીયા ચોકડી ખાતે મળવા આવો તેવો મેસેજ આવતા અશ્વિનભાઈ વિસાણી રાત્રીના પોતાનું મોટરસાયકલ લઈ મળવા ગયા હતા. ત્યારે બે વ્યક્તિ તેમની પાસે આવેલા અને કહ્યું કે તું જે છોકરી સાથે વાત કરે છે તે મારી ભાણેજ થાય છે અને તારી સાથે વાત કરતા પકડાઈ ગઈ છે અને હાલ છોકરી પોલીસ સ્ટેશને છે અને તારા ઉપર પોકસોની ફરિયાદ કરવાની છે. તેમ જણાવેલ અને એટલી વારમાં ત્યાં બીજા બે વ્યક્તિઓ પણ આવી ગયા હતા અને એક દાઢીવાળા વ્યક્તિએ ફરીયાદીના બાઇકની ચાવી ચાલુ કરેલ અને ફરીયાદીને બાઈકમાં બેસાડી ઘંટેશ્વર તરફ આવેલા કાળભૈરવ મંદિર પાસે લઈ ગયા હતા અને તારે મેટર પૂરી કરવી હોય તો પૈસા આપવા પડશે તેમ કરી ફરિયાદીના ફોન પે માંથી રૂૂ.7500 ગોંડલીયા સિદ્ધાર્થ દિનેશભાઈના ખાતામાં ટ્રાન્સફર કરી વધુ રૂૂ.10 હજારની માંગણી કરતા ફરિયાદી તેના ભાઈ પાસેથી પૈસા મંગાવતા ફરિયાદીનો ભાઈ રૂૂ.5000 લઈને આવ્યો હતો. તે રૂૂપિયા આપી દેતા લ બાકીના રૂૂ.5000 આવતી કાલે આરોપીએ આપેલા ફોન નંબર ઉપર ગુગલ પે કરવાનું કહ્યું હતું.

ફરિયાદીએ ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ કરતા તે ફેક હોવાનું ખુલતા ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કૌશીકભાઈ જનકભાઈ ગોસ્વામી, જયદીપ નરેશગીરી ગોસ્વામી, અંકિત નરેશભાઈ મકવાણા (રહે. મોટાદેવળીયા) અને દિપક ઉર્ફે રવી શાંતીભાઈ પરમાર (રહે. રાજકોટ)ની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી કૌશીકભાઈ ગોસ્વામી, જયદીપ ગોસ્વામી, અંકિત મકવાણાએ પોતાના એડવોકેટ મારફત જામીન મુકત્ત થવા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુક્ત્ત કરવા હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, નીમેશ જાદવ, દયા કે. છાયાણી તેમજ આસીસ્ટ્ન્ટ તરીકે શ્રધ્ધા આર. ખખ્ખર રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *