પેરોલ મેળવી ફરાર થઇ જેલરને ધમકી આપનાર ભાજપ આગેવાનની હત્યાના આરોપીની ધરપકડ

હુ જેલમાં હોઉં ત્યારે મને કેમ હેરાન કરો છો કહી ચાર શખ્સોએ આંતક મચાવ્યો હતો રૈયારોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપ આગેવાનની હત્યાના ગુનાનો આરોપી સાજીદ…

હુ જેલમાં હોઉં ત્યારે મને કેમ હેરાન કરો છો કહી ચાર શખ્સોએ આંતક મચાવ્યો હતો

રૈયારોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપ આગેવાનની હત્યાના ગુનાનો આરોપી સાજીદ કચરાએ રાજકોટ જેલમાં જઈ જેલરને ધમકી આપ્યાની પ્ર. નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ ગુન્હામાં ફરાર સાજીદને નાસતા ફરતા સ્કોડ ઝોન-2 ટીમે ઝડપી લીધો હતો.

રૈયારોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપ આગેવાન ઈલીયાસ ખાન હાસમભાઈ પઠાણના ઘરમાં ધુસી ગોળી હત્યા કરનાર અબ્બાસ અનવર કચરા,સાજીદ હુસેન કચરા સહીતના શખસોએ હત્યા કરી હતી. જેમાં કોર્ટે સાજીદ હુશેનભાઈ કચરાને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજકોટ જીલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા સાજીદ કચરાને જેલ માંથી ગત તા 9/7 ના 14 દિવસના પેરોલ મળ્યા બાદ જેલ માં હાજર થયો ન હતો. ગત તા તા.18/07ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે જેલ પ્રીમાઈસીસમા પ્રવેશ કરી ત્યારબાદ આ સાજીદ કચરા તથા તેની સાથેના ચાર અજાણ્યા વ્યકતીઓ એ એક સંપ કરી જેલના મુલાકાત રૂૂમ ખાતે જેલર અશોકસીંહ રાઠોડ કે જે અંદર ફરજ બજાવતા હોય ત્યારે આ સાજીદને જેલની અંદર હાજર થવાની તારીખ કે કોઈ પણ કેદીની મુલાકાત ન હોય તેવુ જાણવા છતા જેલર સાથે માથાકૂટ કરી હુ જેલમા હોઉં ત્યારે મને કેમ હેરાન કરો છો કહી જેલરને ધમકી આપી ફરાર થઇ ગયો હતો. જે અંગે પ્ર. નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ ગુન્હામાં ફરાર સાજીદને નાસતા ફરતા સ્કોડ ઝોન-2 ટીમે ઝડપી લીધો હતો.પીએસઆઈ આર.એચ.ઝાલા સાથે ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા , અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *