પુનિતનગરની મહિલા સાથે મૈત્રી કરાર કરી આરોપીએ 10.70 લાખ પડાવી લીધા

રાજકોટ શહેરમાં તાલુકા વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં રહેતી 40 વર્ષીય મહિલા સાથે તેમના જ જ્ઞાતિના શખ્સે મૈત્રી કરાર કરી અને બાદમાં તેની પાસેથી અલગ અલગ સમયે…

રાજકોટ શહેરમાં તાલુકા વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં રહેતી 40 વર્ષીય મહિલા સાથે તેમના જ જ્ઞાતિના શખ્સે મૈત્રી કરાર કરી અને બાદમાં તેની પાસેથી અલગ અલગ સમયે 10.70 લાખ જેવડી રકમ લઇ પરત નહીં આપતા તેમની સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. વધુ વિગતો મુજબ,પુનીતનગર નજીક રહેતી મહિલાને ધર્મેશપરી અશ્વિનપરી ગોસ્વામી (રહે. ગીતાનગર)એ હાથ ઉછીની રોકડ અને લોન લઈ રૂૂા. 10.70 લાખ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી ધર્મેશપરી ગોસ્વામી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા કવાયત શરૂૂ કરી છે.

પોલીસે જણાવ્યું કે, મહિલાના પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું છે. મહિલાને આરોપીએ પૈસાની જરૂૂરિયાત હોવાથી બાદમાં પાછા આપી દઈશ કટકે-કટકે ત્રણ લાખ લઈ ગયો હતો.એટલું જ નહીં આરોપીએ મહિલાને અત્યારે તમારા દાગીના આપો તેના ઉપર બેંકમાંથી લોન લઈશ બાદમાં હું પૈસા ભરીને દાગીના છોડાવી પાછા આપી દઇશ. તેમ કહીં 1.70 લાખ અને 6 લાખની ગોલ્ડ લોન લઈ રૂૂા. 10.70 લાખ લઇ જઈ પરત આપ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *