મવડી પ્લોટ અને કાળીપાટ પાસેથી 1.77 લાખના દારૂ સાથે 3 ઝડપાયા

શહેરના મવડી પ્લોટ અને ભાવનગર હાઇવે ઉપર કાળીપાટ પાસેથી પીસીબીએ બે દરોડામાં રૂૂ.1.77 લાખનો વિદેશી દારૂૂ ઝડપી લઇ રૂૂ.9.17 લાખના મુદ્દામાંલા સાથે ત્રણ શખ્સોની ધરપકડ…

શહેરના મવડી પ્લોટ અને ભાવનગર હાઇવે ઉપર કાળીપાટ પાસેથી પીસીબીએ બે દરોડામાં રૂૂ.1.77 લાખનો વિદેશી દારૂૂ ઝડપી લઇ રૂૂ.9.17 લાખના મુદ્દામાંલા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસમાં 4 શખ્સોના નામ ખોલ્યા છે.

મળતી વિગતો મુજબ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીની ટીમે બે દરોડા પડ્યા હતા જેમાં પ્રથમ દરોડામાં પીસીબીના હેડ કોન્સ્ટેબલ દીલીપભાઇ બોરીચા, ઉમેશભાઇ ચાવડા, વિશાલભાઇ દવેને મળેલ સયુંકત હકીકત આધારે ભાવનગર હાઇવે ઉપર કાળીપાટ પાસેથી બોલેરો નંબર જીજે 03 પી.એસ.0302 માંથી 53040 ની કીમતની 204 બોટલ વિદેશી દારૂૂ સાથે વાવડી ગામ રહેતા પ્રકાશ વાઘજીભાઇ મકવાણા અને સાધુવાસવાણી રોડ ગોપાલ ચોક સંકલ્પ સિધ્ધ વીવાન્તા એપાર્ટમેન્ટ એ વીંગ ફલેટ નં.201માં રહેતા ભગીરથ હરેશભાઇ દીક્ષીત ઉ.વ.31ની ધરપકડ કરી કુલ રૂૂ.8.53 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો આ દારૂૂ જથ્થામાં જસદણ નાની લાખાવડના પ્રકાશ દીપકભાઇ ખીમસુરીયા અને થોરાળા રામાપીરના મંદીર પાસે હિતેશ મકવાણાનું નામ ખુલ્યું હતું.

બીજા દરોડામાં પીસીબીના ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણાને મળેલ સયુંકત હકીકત આધારે મવડી પાળ રોડ શ્રી રામ ચોક પાસે શીવ ટાઉનશીપ જવાના ખુણે જાહેર રોડ ઉપરથી ઓટો રીક્ષા નંબર જીજે -10-ટીડબ્લ્યુ-4270 માં રુ.1.24 લાખની કીમતની વિદેશી દારૂૂની 432 બોટલ સાથે જનકપુરી સોસાયટી એ-વીંગ બ્લોક ચોથા માળે કવાર્ટર નંબર-403 સાધુવાસવાણી રોડ રહેતા રૂૂત્વીક ઉર્ફે રઘો વિનોદભાઇ જીપ્લોટની ધરપકડ કરી હતી. પુછપરછમાં આ દારૂૂનો જથ્થો રામનાથપરા વિજય ઉર્ફે ટીટો ભીખુભાઇ ભટ્ટી અને તુષારભાઇ જયેશભાઇ ઓડનો હોવાનું ખુલ્યું હતું.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી પી.સી.બી. પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, પીએસઆઈ આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેઙ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવેએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *