ભાણવડના નગર નાકા વિસ્તારમાં આવેલી સૈયદ શેરી ખાતે રહેતા અહેસાન બ્લોચ અને તેના પત્નિ હુસેનાબાનુ બ્લોચ સામે રાજકોટની કોર્ટ દ્વારા પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ વોરંટથી બચવા માટે આ દંપતી છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા અને છુપાતા રહેતા હોય, આને અનુલક્ષીને ભાણવડના પી.આઈ. કે.જે. કરપડા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાજાભાઈ ગોજીયા, રઘુભાઈ શાખરા અને પ્રતાપભાઈ કેશવાલાને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત બંને શખ્સોને વેરાડ નાકા ખાતેથી દબોચી લેવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓને પોલીસે કોર્ટ હવાલે કર્યા હતા.
રાજકોટની કોર્ટના પકડના વોરંટ સંદર્ભે ભાણવડમાં આરોપી દંપતી ઝડપાયું
ભાણવડના નગર નાકા વિસ્તારમાં આવેલી સૈયદ શેરી ખાતે રહેતા અહેસાન બ્લોચ અને તેના પત્નિ હુસેનાબાનુ બ્લોચ સામે રાજકોટની કોર્ટ દ્વારા પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું…
