વાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા આરોપીઓનો છરી, ધોકા વડે હુમલો

ચંદ્રપુરમાં ગતરાત્રિના દીકરીની છેડતી બાબતે માતાએ યુવાનને ઠપકો આપતા આ બાબતનું સારૂૂ નહીં લાગતા, છ શખ્સોએ મળી દીકરીના પરિવાર પર હુમલો કરી માતાપિતા સહિતને માર…

ચંદ્રપુરમાં ગતરાત્રિના દીકરીની છેડતી બાબતે માતાએ યુવાનને ઠપકો આપતા આ બાબતનું સારૂૂ નહીં લાગતા, છ શખ્સોએ મળી દીકરીના પરિવાર પર હુમલો કરી માતાપિતા સહિતને માર માર્યો હોય, જે બાબતે સમાધાન કરવા ગયેલ દીકરીના પરિવારજનો પર આરોપીઓએ છરી, ધોકા તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી બેફામ માર મારતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં છ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની મળેલ માહિતી મુજબ ગારીડા ગામે રહેતા ફરિયાદી રૂૂકમુદ્દીન અમનજીભાઈ માથકીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી (1). ફિરદોશભાઈ મુનાફભાઈ જુણેજા, (2). શબીર સમાભાઈ, (3). ફૈઝલ મુનાફભાઈ જુણેજા, (4). ઇમરાનભાઈ સમશેરભાઈ ખલીફા, (5). બસીરભાઈ ખલીફા (6). સમસેરભાઈ ખલીફા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેરના ચંદ્રપુર ગામ રહેતા ફરિયાદીના બહેન રીઝવાનાબેનની દિકરીની આરોપી ઇમરાન ખલીફા છેડતી કરી હોય, જેથી આ બાબતે આરોપીને ઠપકો આપતાં આ બાબતનું તેમને સારૂૂં ન લાગતા ઉપરોક્ત તમામ આરોપીઓએ ફરિયાદીના બહેન તથા બનેવી સહિતના પરિવારજનો પર હુમલો કરી માર માર્યો હતો.


જે બનાવ બાદ ફરિયાદી તથા સાહેદો આ મામલે ગતરાત્રીના સમાધાન માટે આરોપીના ઘરે જતા આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો પર લોખંડના પાઇપ, છરી તથા ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો, જેમાં આઠ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનહો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *