શહેરમાં ભીલવાસમાં આવેલ ઈગલ પેટ્રોલપંપના માલીકે જમીનનો ભરેલ કબજો કરાવવા સવા કરોડનો હવાલો આપી ટોકન પેટે રૂૂ.25 લાખ આપ્યા હતા. જમીન ખાલી નહિ કરાવી રૂૂપિયા પરત નહિ કરી છેતરપીંડી આચરવાના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ભીલવાસ ખાતે ઈગલ પેટ્રોલ પંપ ધરાવતા મનીષ રસીકભાઈ બવારીયાએ રૈયા ગામના રેવન્યુ સર્વે નં.79 પૈકીની અંતીમ ખંડ 702 ની જમીન પ્લોટ ચો.મી.397-42નો ભરેલ કબજો ખાલી કરાવવા આરોપી કિશોર ચુડાસમાને સવા કરોડ રૂૂપિયામાં હવાલો આપ્યો હતો. જે હવાલાના ટોકનરૂૂપે રૂૂા.25 લાખ આપ્યા હતા. જે રૂૂપિયા મેળવી કિશોર ચુડાસમાએ કબજો ખાલી નહિ કરી આપી રૂૂપિયા પરત નહિ કર્યાની ઇગલ પેટ્રોલ પમ્પના માલિક મનીષ રસીકભાઈ બવારીયાએ કિશોર ચુડાસમા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપી છેતરપીંડી આચરી હોવાની પ્ર-નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચાર્જશીટ બાદ કેસ ચાલવા પર આવતા આરોપીઓના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા રજુઆત કરવામાં આવેલ કે હાલના કેસની તકરાર જોવામાં આવે તો ગેરકાયદેસરના હવાલા સબબની હોય અને ભરેલ કબજે મિલ્કત ખાલી કરાવી આપવા હવાલો આપવો તે ગેરકાનુની હોય અને ગેરકાનુની કૃત્યને અટકાવવા પોલીસે ફરીયાદી મનીષ બવારીયા સામે હવાલો આપવા સબબ કામગીરી કરવી જોઈએ તેની જગ્યાએ ગેરકાયદેસરના હવાલાને કાનુની કાયદેસરતા હોય તે રીતે આરોપી વિરૂૂધ્ધ ખોટી રીતે ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય, ફરીયાદી મનીષ બવારીયાએ કરોડો રૂૂપીયા લોકોના ડુબાડેલ હોય અનેક લીટીગેશનો ચાલતા હોય જયારે પોતા પાસેજ નાણા ન હોય ત્યારે રૂૂા.25 લાખ આપ્યાની સ્ટોરી કાલ્પનીક છે, પેટ્રોલ પંપે સી.સી.ટી.વી. કેમેરા પણ હોય છતા આવી રકમની લેતીદેતી અન્વયેનો ઈલેક્ટ્રોનીક, દસ્તાવેજી પુરાવો રજુ કરી પોતાનો કેસ પુરવાર કરી શકેલ નથી, સાહેદોના નિવેદનોમાં વિરોધાભાષ છે અને આરોપી ફરીયાદી કરતા વધુ આર્થીક સક્ષમ હોય ગવર્મેન્ટ કોન્ટ્રાકટર હોય, સરકાર પાસે આરોપીની કામ અન્વયેની કરોડોની ડીપોઝીટ હોય ત્યારે આરોપીએ હવાલો રાખેલ હોવાની સ્ટોરી ઉભી કરવામાં આવેલ છે. પ્રોસીક્યુશન આરોપી વિરૂૂધ્ધ તહોમત પુરવાર કરવામાં સદંતર નિષ્ફળ ગયેલ હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રજુઆતો કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષેની રજુઆતો, રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો તેમજ મુળ ફરીયાદપક્ષેની તથા આરોપીપક્ષેની દલીલો ધ્યાને લઇ આરોપી કિશોર છગનભાઈ ચુડાસમાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા તથા મદદમા નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ રોકાયા હતા.
