મોરબીનાં ઘુટુ રોડ પર આવેલા કારખાનામા કામ કરતા શ્રમીક દંપતી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને છરી ઝીકી પોતાની જાતે છરી હુલાવી લીધી હતી યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમા ઘુટુ રોડ પર આવેલા સીરામીકમા કામ કરતા અનુપ પહેવારી રાય નામનો ર8 વર્ષનો યુવાન સવારનાં આઠેક વાગ્યાનાં અરસામા હતો . ત્યારે તેમની પત્ની લક્ષ્મીબેને ઝઘડો કરી ખભાનાં ભાગે છરી ઝીકી દીધી હતી યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત યુવાન મુળ ઉતર પ્રદેશનો વતની છે અને તેને સંતાનમા એક પુત્ર છે. સીરામીકમા કામ કરતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને છરી ઝીકી પોતાની જાતે છરી હુલાવી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
