ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેતી વખતે દુર્ઘટના: ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી દટાયા, એકનું મોત

ધોળકાના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ સાથે દુર્ઘટના ઘટી છે. માટીના સેમ્પલ લેવા 2 મહિલા અધિકારી ખાડામાં ઉતર્યા હતાં. ત્યારે અચાનક માટીની ભેખડ…

ધોળકાના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ સાથે દુર્ઘટના ઘટી છે. માટીના સેમ્પલ લેવા 2 મહિલા અધિકારી ખાડામાં ઉતર્યા હતાં. ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડતાં બે મહિલાઓના દટાઇ ગઈ હતી. બે અધિકારીમાંથી એક અધિકારીનું મોત થયુ છે. અન્ય એકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર લોથલમાં હડપ્પા સંસ્કૃતિનું સંશોધન ચાલી રહ્યું છે. દિલ્લી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે લોથલ ગઈ હતી.રીસર્ચ માટે માટીના નમૂના લેવા માટે 15 ફૂટ ઊંડા ખાડામાં ઉતર્યા હતા. અચાનક માટીની ભેખડ ખસી પડતા બંને મહિલા અધિકારીઓ દટાયા હતા. એક અધિકારીને કાઢવા પોલીસ અને ફાયર વિભાગની ટીમ કામે લાગી છે. ગાંધીનગરથી દિલ્હીના ચારથી વધું અધિકારીઓ લોથલ ગયા હતા. મૃત થયેલ મહિલા અધિકારી દિલ્લીના હોવાનું પ્રાથમિક અનુમાન છે.આ ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને પોલીસનો કાફલો દોડી આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *