દ્વારકા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત

દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ઓખા મઢી ગામ નજીક પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા કારના ચાલકે આ માર્ગ પર રહેલા જી.જે. 09…

દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ઓખા મઢી ગામ નજીક પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા કારના ચાલકે આ માર્ગ પર રહેલા જી.જે. 09 એ.વી. 2044 નંબરના એક પેસેન્જર રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે તેમાં જઈ રહેલા જાવેદભાઈ ઈબ્રાહીમભાઈ થૈયમ (ઉ.વ. 32) તેમજ અહેમદ ઉર્ફે અમન બુખારીને નાની-મોટી ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત બાદ આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જાવેદભાઈ ઈબ્રાહીમભાઇની ફરિયાદ પરથી અજાણ્યા કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

રિક્ષાની અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત
દ્વારકામાં જૂની નગરપાલિકા કચેરી પાછળ રહેતા લાખણશીભાઈ ઘેલુભાઈ ચાનપા નામના 50 વર્ષના આધેડ પોતાના જી.જે.37 એલ. 8686 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે એક રેસ્ટોરન્ટ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 યુ. 6123 નંબરના એક રીક્ષાના ચાલકે લાખણશીભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસે લાખણશીભાઈ ચાનપાની ફરિયાદ પરથી રીક્ષા ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ઓખામાં માછીમાર સામે ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રહીશ કિરણભાઈ મૂળજીભાઈ ટંડેલ નામના 43 વર્ષના માછીમાર યુવાને માછીમારી કરવા માટે જરૂૂરી ટોકનમાં દર્શાવ્યા કરતા એક વધારે માણસ માછીમારી કરવા માટે લઈ જઈ, માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, તેની સામે ફિશરીઝ એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

લગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને જિંદગી ટૂંકાવી
ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા રાયધરભા ઉર્ફે બલી લધુભા કુંભાણી નામના આશરે 27 વર્ષના હિન્દુ વાઘેર યુવાન કોઈ કામ ધંધો ન કરતા હોય, તેના કારણે તેમના લગ્ન થતા ન હતા. આ બાબતથી કંટાળીને તેમણે પોતાના હાથે કપડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ પ્રવીણભા કુંભાણીએ મીઠાપુર પોલીસને કરી છે.

ખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથ ફેરો
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર આવેલી જિલ્લા પંચાયત કચેરી સામે સરકારી વસાહતમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. અહીં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની વિવેકકુમાર રાજેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 36) ના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તોડી અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા કુલ રૂૂપિયા 35,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ સિક્કાની ચોરી થયાનું ખુલવા પામ્યું છે. આ ઉપરાંત નજીક જ રહેતા દીપાબેન રામજીભાઈ જોટંગીયાના ઘરમાંથી રૂૂપિયા 2,500 તેમજ અન્ય એક આસામી મનિષાબેન દિનેશભાઈ નંદાણીયાના ઘરમાંથી રૂૂપિયા 5,000 નો મુદ્દામાલ પણ તસ્કરો ઉસેડી ગયા હતા.

આ સાથે દિવ્યાબેન ગૌતમભાઈ ચૌહાણ અને જનકભાઈ પરસોતમભાઈ ચાવડાના ક્વાર્ટરમાં પણ તસ્કરોએ દરવાજાના નકુચા તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, અને ઘરવખરી વેરવિખેર કરી નાખી હતી. આમ, તસ્કરો જુદા જુદા પાંચ આસામીઓના ક્વાર્ટરમાંથી કુલ રૂૂપિયા 43 હજારની ચોરી કરીને લઈ ગયાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે વિવેકકુમાર વ્યાસની ફરિયાદ પરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *