ભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોત

ભાવનગરના ત્રાપજ નજીક મંગળવારની સવારે અકસ્માતમા એકીસાથે 7 વ્યક્તિ ભાવનગરના મોતને ભેટ્યા બાદ વધુ એક અકસ્માત સર્જાયો છે. ત્રાપજ અને મહુવા તાલુકાના દીધેરી ગામના બાઇક…

ભાવનગરના ત્રાપજ નજીક મંગળવારની સવારે અકસ્માતમા એકીસાથે 7 વ્યક્તિ ભાવનગરના મોતને ભેટ્યા બાદ વધુ એક અકસ્માત સર્જાયો છે. ત્રાપજ અને મહુવા તાલુકાના દીધેરી ગામના બાઇક સવારો માટે કાળમુખી બની રહી. તળાજા તરફથી આવતી કાર સાથે બાઇક સવાર યુવનો ધારડી ગામની મુરલીધર હોટલ પાસે અકસ્માત સર્જાતા બંને યુવાનોની બાઇક સફર અંતિમ સફર બની રહી હતી.

અકસ્માત ની ઘટનાની મળતી વિગતો મુજબ ત્રાપજ ગામના બે બાઇક સવાર પંકજભાઇ જીવણભાઈ પટેલ અને ગોવિંદભાઈ વેલાભાઈ ભાલિયા ઘાટડી સ્થિત આશ્રમની સામે આવેલ હોટલ નજીકથી પસાર થઈરહ્યા હતા.આ સમયે તળાજા તરફથી આવતી કાર સાથે અકસ્માત સર્જાતા પંકજભાઇ વાસાણીનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગોવિંદભાઈ ભાલિયાને 108 દ્વારા તળાજા ખસેડવામાં આવ્યા હતા.તેઓને વધુ સારવાર મળેતે પહેલાજ તેઓએ અંતિમશ્વાસ ગણીલીધા હતા. ફોર વહીલ તળાજાની હોવાનું અને ભાવનગર તરફ જતીહોવાનું અને એજ સમયે ટુ વહીલ એ યુટર્ન લેતા આ ઘટના બની હોવાનું ધારડી ગામના લોકોપાસેથી જાણવા મળ્યું હતું. મૃતક ગોવિંદભાઈ મહુવાના દુધેરી ગામના મૂળવતની છે.તેઓ અહીં ભાગીયા તરીકે ખેતમજૂરી કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *