મવડી પ્લોટના શિક્ષીકા સાથે 12 લાખની છેતરપીંડીમાં ફરાર મહિલાની ધરપકડ

પાંચ મહિનાથી ફરાર મહિલાને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી આર્થિક ગુના નિવારતા શાખા હવાલે કરી  મવડી પાળ રોડ પર રહેતાં શિક્ષીકા સાથે અગાઉ નોકરી કરતી…

પાંચ મહિનાથી ફરાર મહિલાને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી આર્થિક ગુના નિવારતા શાખા હવાલે કરી 

મવડી પાળ રોડ પર રહેતાં શિક્ષીકા સાથે અગાઉ નોકરી કરતી શિક્ષીકા બહેનપણી અને તેણીના મિત્ર સહિતના ચાર જણાએ મોબાઇલ ફોનની બલ્કમાં ખરીદી કરી વેંચાણ કરવાના વેપારમાં રોકાણ કરવાથી મોટો નફો મળે છે તેમ કહી લલચાવી બે 55 હજાર સામે 25 હજાર નફો, 70 હજાર અને 70 હજાર સામે 1 લાખ પાછા આપી બાદમાં કુલ 12 લાખ જેવી રકમ મેળવી એક પણ રૂૂપીયો પાછો ન આપી ઠગાઇ કરતાં ફરિયાદ થઇ હતી. આ બનાવમાં છેલ્લા પાંચ માસથી ફરાર મહિલાને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી લીધી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મવડી પાળ રોડ પર શીવ ટાઉનશીપ-2/408માં રહેતાં અને ખાનગી સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં નીતુબેન રાજેશભાઇ દાસ (ઉ.વ.34)ની ફરિયાદ નોંધાવી હતી જેમાં યુનિવર્સિટી રોડ શિવધારા એપાર્ટમેન્ટ રૂૂમ નં. 301માં રહેતાં પ્રેમ વિજયભાઇ બુધ્ધદેવ, રેલનગર દ્વારીકા વિલેજ એ-વીંગ 1002માં રહેતી મહિમા બિપીનભાઇ કક્કડ, પુનીતનગર-8માં રહેતાં દર્શિલ મહેશભાઇ વાઘેલા અને નવા 150 રીંગ રોડ રંગોલી પાર્ક એન-વીંગ ફલેટ નં. 1103માં રહેતી તસ્લીમા રફીકશા શાહમદારનું નામ આપ્યું હતું. નીતુબેન દાસે શિક્ષીકા તરીકે નોકરી કરતા હોય સાથે નોકરી કરતી શિક્ષીકા મહિમા કક્કડ સાથે 2023માં પરીચય થયો હતો. એ પછી સ્કૂલની નોકરી મુકી દીધી હતી. દિકરો ત્યાં ભણતો હોઇ જેથી તેનું રિઝલ્ટ લેવા જતાં મહિમાએ વાત કરી હતી કે તેનો મિત્ર પ્રેમ બુધ્ધદે છે તે મોબાઇલ ફોનના ખરીદ-વેંચાણનું કામ કરે છે તેમાં રોકાણ કરવાથી સારુ એવુ વળતર મળે છે.

જેથી નીતુબેનને રોકાણ કરવું હોઇ હા પાડી હતી. બાદ મહિમાએ હરિહર ચોક સ્ટાર ચેમ્બર-401માં આવેલી તેણીના મિત્ર પ્રેમ બુધ્ધદેવની ઓફિસે લઇ ગઇ હતી. દર્શીલ વાઘેલા અને તસ્લીમ શાહમદાર સાથે મુલાકાત થઇ હતી. આ લોકોએ કહ્યું હતું કે તે બલ્કમાં મોબાઇલનું ડીલીંગ કરે છે અને તેના માટે રોકાણકારોની જરૂૂર છે.જેથી નીતુબેન પાસેથી કુલ 12 લાખનું રોકાણ કરાવી કુલ રૂૂ. 25 લાખનું વળતર મળશે એવી ખાત્રી આપી હતી નીતુબેન ઉપરાંત શીવ ટાઉનશીપમાં રહેતાં વીભાબેન વડાલીયા, ચીંતનભાઇ ઝીંઝુવાડીયા, બલરામભાઇ પંડીત, મોતીભાઇ સિંધવ, સારાભાઇ જોગરાણા, પાર્થભાઇ ચાવડાઅ પણ રોકાણ કર્યુ હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.છેલ્લા પાંચ મહિનાથી ફરાર મહિમા કક્કડને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી લઇ આર્થિક ગુન્હા નિવારણ શાખાના હવાલે કરી હતી.

પેરોલ ફર્લો સ્કોડના પી.આ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ સાથે પીએસઆઈ જે.જી. તેરૈયા તથા એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *