ત્રણ મેચમાંથી એક ગુમાવતા રનરેટ પણ બગડયું, દ.આફ્રિકાના ડેવીડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસની 97 રનની ભાગીદારી ભારે પડી, 76 રને ટીમ ઇન્ડિયાનો પરાજય
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સુપર-8 મેચમાં ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા 188 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 76 રને મેચ ગુમાવી હતી. આ સાથે ભારતે સુપર-8માં પોતાની ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. આ હાર સાથે ભારતનું નેટ રન રેટ પણ બગડ્યું છે, જે સેમીફાઈનલની આશા માટે મોટો ફટકો સામાન છે. આ પરાજય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતને આ પાંચ ભૂલો ભારે પડી
1… દક્ષિણ આફ્રિકાના બેટરો પર બોલરો દબાણ લાવવામાં નિષ્ફળ રહ્યા:
દક્ષિણ આફ્રિકાની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને માત્ર 20 રનના સ્કોર પર તેમના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. જોકે, ભારતીય બોલરો આ દબાણ જાળવી શક્યા નહીં અને ડેવિડ મિલર તથા ડેવાલ્ડ બ્રેવિસે 97 રનની ભાગીદારી કરીને બધું દબાણ હટાવી દીધું હતું.
2… સ્પિનરોનો ફ્લોપ શો: અમદાવાદની પિચ પર ભારતીય સ્પિનરો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 47 રન આપ્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદરે 2 ઓવરમાં 17 રન ખર્ચ્યા હતા.
3… હાર્દિકની છેલ્લી ઓવર મોંઘી પડી: હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં 20 રન આપ્યા હતા, જેના કારણે 175 રન સુધી રોકાઈ શકે તેવી ટીમનો સ્કોર 187 રન સુધી પહોંચી ગયો હતો.
4… અભિષેક ફરી ફેલ, ઓપનિંગ જોડી ફરી નિષ્ફળ: બેટિંગમાં પણ ભારતની શરૂૂઆત અત્યંત નબળી રહી હતી. ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના અને તિલક વર્મા પણ સસ્તામાં આઉટ થયો હતો. યુવા બેટર અભિષેક શર્મા પાસે મોટી આશા હતી, પરંતુ તે પણ માત્ર 15 રન બનાવી શક્યો હતો. પિચની સ્થિતિ સમજવાને બદલે ભારતીય બેટ્સમેનો પ્રથમ બોલથી જ મોટા શોટ મારવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠા હતા.
5… ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ:
આ મેચમાં અનુભવી અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને રમાડવાનો નિર્ણય ખોટો સાબિત થયો છે. સુંદર બેટિંગ અને બોલિંગ બંનેમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. અક્ષર પટેલ જે રીતે ત્રણેય ક્ષેત્રમાં (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) પ્રભાવિત કરે છે, તેની ખોટ આ મેચમાં સ્પષ્ટપણે વર્તાઈ હતી.
આજની ભારતની ટીમમાં અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરાયો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં સુકાની એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રયાન રિકેલટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાનસેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી એનગિડીનો સમાવેશ કરાયો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, ભારતીય ટીમની આજની મેચમાં અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યો ન હતો. અક્ષર પટેલે ટી20 વર્લ્ડકપ-2024માં ભારતને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.
ભારતની બોલિંગ અત્યંત નબળી હતી. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 187/7 નો સ્કોર બનાવ્યો. દક્ષિણ આફ્રિકાએ માત્ર 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ આ સ્કોર હાંસલ કર્યો. ક્વિન્ટન ડી કોક (06), એડન માર્કરામ (04) અને રાયન રિકી પોન્ટિંગ (07) એ ત્રણ વિકેટ ગુમાવી હતી.
શરૂૂઆતની ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ એવું લાગતું હતું કે દક્ષિણ આફ્રિકા 150 રન પણ કરી શકશે નહીં. જોકે, ડેવિડ મિલર (63), ડેવાલ્ડ બ્રેવિસ (45) અને રેયાન રિકેલ્ટન (44) ની ઇનિંગ્સે ટીમને કુલ 187 રન સુધી પહોંચાડી દીધી. ભારતીય બોલરો અહીં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. શરૂૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ચોથી વિકેટ લેવામાં ઘણો સમય લીધો. 20 રનમાં ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ ભારતે દક્ષિણ આફ્રિકાને ચોથો ઝટકો 117 રન પર આપ્યો. 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઇન્ડિયા શરૂૂઆતમાં ખૂબ ધીમી રમત રમી. વિકેટો પડતી રહી પરંતુ રન પણ નિયંત્રણમાં રહ્યા. પાવરપ્લે (6 ઓવર) માં ભારતનો સ્કોર ફક્ત 31/3 હતો. આ ધીમી રમતને કારણે ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ બન્યું. જરૂૂરી રન રેટ વધ્યો અને અંતે તે લગભગ અશક્ય બની ગયું.
રન ચેઝમાં ભારત બેટ્સમેન કરતાં ઓલરાઉન્ડરો પર વધુ આધાર રાખતો હતો. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પાંચમા નંબરે બેટિંગ કરવા મોકલવામાં આવ્યો, જ્યારે મુખ્ય બેટ્સમેન રિંકુ સિંહ આઠમા નંબરે આવ્યો. રિંકુ ક્રીઝ પર આવ્યો ત્યાં સુધીમાં મેચ ભારત લગભગ હારી ગયું હતું. જો સુંદરને બદલે રિંકુને મોકલવામાં આવ્યો હોત તો પરિસ્થિતિ અલગ હોત. ટીમ ઈન્ડિયાના તમામ બેટ્સમેન સાઉથ આફ્રિકાની સામે ફ્લોપ સાબિત થયા હતા. મિલરે 35 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 63 રન બનાવ્યા. બ્રેવિસે 29 બોલમાં 45 રન બનાવ્યા અને ટ્રિસ્ટન સ્ટબ્સે 44 રનની તોફાની ઇનિંગ રમીને અણનમ રહ્યો હતો.
T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ બુમરાહના શિરે
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટી20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી સફળ બોલર બની ગયો છે. સાઉથ આફ્રિકા સામે સુપર 8 મેચમાં બુમરાહે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા ત્રણ વિકેટ ઝડપી અને અશ્વિનનો રેકોર્ડ તોડ્યો છે. બુમરાહ ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બુમરાહે શાનદાર બોલિંગ કરતા ટીમને જોરદાર શરૂૂઆત અપાવી હતી. ચાર ઓવરના સ્પેલમાં બુમરાહે સૌથી કિફાયતી બોલિંગ કરતા માત્ર 15 રન આપીને વિપક્ષી ટીમના ટોપ ઓર્ડરને તહસ નહસ કરી નાખ્યો હતો. અશ્વિને ભારત માટે 24 ટી-20 વર્લ્ડ કપ મેચોમાં કુલ 32 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહે બે મેચ ઓછી રમીને અશ્વિનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે બુમરાહના નામે 22 ટી-20 વર્લ્ડ કપ મેચોમાં 33 વિકેટ થઈ ગઈ છે. આ યાદીમાં ત્રીજા ક્રમે બુમરાહના સાથી પેસર અને આ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા અર્શદીપ સિંહ છે. અર્શદીપે 18 મેચોમાં 32 વિકેટ ઝડપી છે. બુમરાહે પોતાની પ્રથમ ઓવરમાં જ વિકેટ લેવાનું શરૂૂ કર્યું હતું અને આ સિદ્ધિ છેલ્લી ઓવર સુધી ચાલુ રહી. પ્રથમ ઓવરના પાંચમા બોલ પર તેણે દક્ષિણ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કર્યો હતો. ડી કોક, જે ડાબા હાથના વિકેટકીપર-બેટ્સમેન છે, તેની ઇનિંગ્સ 7 બોલમાં માત્ર 6 રન પર પૂરી થઈ હતી. બીજી ઓવરમાં બુમરાહે રાયન રિકેલ્ટનને આઉટ કર્યો. રિકેલ્ટન છઠ્ઠા બોલ પર શોટ રમતાં આઉટ થયા અને તેનો કેચ શિવમ દુબેએ પકડ્યો. બુમરાહનો ત્રીજો શિકાર કોર્બિન બોશ બન્યો. ઇનિંગ્સની 19મી ઓવરમાં બુમરાહે પોતાની જ બોલ પર તેમનો કેચ પકડ્યો. રસપ્રદ વાત એ છે કે, બુમરાહે જે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા, તેઓ ત્રણેય આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ માટે બુમરાહ સાથે જ રમે છે.
