શિખર ધવન-સોફી શાઇનની વેડિંગ સેરેમનીમાં દિગ્ગજ ક્રિકેટરો છવાયા

શિખર ધવન અને સોફી શાઈનના ગ્રાન્ડ વેડિંગ સેરેનમીમાં યુવરાજ, રોહિત અને સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ મહેફીલ લૂંટી હતી. શિખર ધવન અને સોફી શાઈનના લગ્નમાં બિગ…

શિખર ધવન અને સોફી શાઈનના ગ્રાન્ડ વેડિંગ સેરેનમીમાં યુવરાજ, રોહિત અને સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ મહેફીલ લૂંટી હતી. શિખર ધવન અને સોફી શાઈનના લગ્નમાં બિગ બોસ ફેમ શેફાલી બગ્ગા પહોંચી હતી. તેણે સોશિયલ મીડિયા પર કપલના લગ્નની ઘણી ઇનસાઇડ તસવીરો શેર કરી છે. આ ખાસ પ્રસંગે શેફાલી ગ્રીન સાડીમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.શિખર ધવનના લગ્નમાં ચાર ચાંદ લગાવવા માટે યુવરાજ સિંહ અને હાર્ડી સંધુ પણ પહોંચ્યા હતા.

બંનેની સાથે શેફાલીએ જબરદસ્ત પોઝ આપ્યા હતા. રોહિત શર્મા પોતાની પત્ની રિતિકા સજદેહ સાથે શિખર ધવન અને સોફી શાઈનના લગ્નમાં પહોંચ્યો હતો. શેફાલીએ આ કપલ સાથે પણ કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા હતા. શેફાલી બગ્ગા સિવાય શિખર ધવનના લગ્નમાં ઘણી અન્ય હસીનાઓએ પણ હાજરી આપી હતી. આ હસીનાઓએ પોતાના ગ્લેમરસ અંદાજથી આખી લાઈમલાઈટ ચોરી લીધી હતી. સુરેશ રૈના પણ તેના મિત્ર શિખર ધવનના લગ્નમાં સામેલ થવા પહોંચ્યો હતો. આ પ્રસંગે તે ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો. શિખર ધવન અને સોફી શાઈનના લગ્નમાં યુઝવેન્દ્ર ચહલ પણ સામેલ થયો હતો. આ પ્રસંગે તેણે ખૂબ ડાન્સ અને મસ્તી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *