વડોદરામાં 31 સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં ‘આપ’ની અનોખી સ્મશાનયાત્રા

ટ્રસ્ટ દ્વારા મફત સેવા બંધ કરી અંતિમ સંસ્કારના 7000 ચૂકવવાનો કારસો વડોદરામાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ વકર્યો છે. જેમાં આપના કાર્યકરોએ ઇઉંઙના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢી…

ટ્રસ્ટ દ્વારા મફત સેવા બંધ કરી અંતિમ સંસ્કારના 7000 ચૂકવવાનો કારસો

વડોદરામાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ વકર્યો છે. જેમાં આપના કાર્યકરોએ ઇઉંઙના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 7 જુલાઈથી શહેરના 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી ત્રણ ખાનગી ટ્રસ્ટોને સોંપવાના નિર્ણય સામે સામાજિક કાર્યકરો અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ વિરોધને વધુ વેગ આપતા, આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ભ્રષ્ટાચારની પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને લક્ષ્મીપુરા સ્મશાનમાં ભ્રષ્ટાચારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ અંતિમયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત શહેરના 31 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી અત્યાર સુધી કોર્પોરેશન અને જલારામ ટ્રસ્ટ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હતું. જલારામ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ તો પાલિકા પાસેથી એક પણ રૂૂપિયો લીધા વિના આ સેવા પૂરી પાડી રહી હતી. તેમ છતાં, સ્મશાનોનું વધુ સારી રીતે સંચાલન અને નિભાવણી થાય તેવા દાવા સાથે કોર્પોરેશન દ્વારા ત્રણ ખાનગી ટ્રસ્ટોને 7 જુલાઈથી આ કામગીરી સોંપવામાં આવી રહી છે. આ નિર્ણય પાછળ કોર્પોરેશનને વાર્ષિક રૂૂપિયા 10 કરોડ જેટલો ખર્ચ થવાનો છે.

આ જ કારણે વડોદરાના સામાજિક કાર્યકરો તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના અગ્રણીઓ વિરેન રામી, મનીષ પરમાર સહિતના કાર્યકરો દ્વારા લક્ષ્મીપુરા ગામે આવેલા ગોરવા હરસિદ્ધિ માતાના મંદિર ખાતેથી ભાજપ દ્વારા માઝા મુકવામાં આવી રહેલા ભ્રષ્ટાચારની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. લક્ષ્મીપુરા-ગોરવા રોડ ઉપરથી નીકળેલી આ અંતિમયાત્રાએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. શ્રી રામ જયરામ જય જય રામની કરુણ ધૂનો સાથે કાઢવામાં આવેલી આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ડાઘુઓરૂૂપી આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.

લક્ષ્મીપુરા સ્મશાનમાં વર્ષોથી લાકડાની સેવા સ્વ.અજીતભાઈ પરમાર તરફથી નિ:શુલ્ક આપવામાં આવે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે, જેમ જે પણ વ્યક્તિ લક્ષ્મીપુરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે જશે તેના ખર્ચ પેટે કોર્પોરેશન દ્વારા રૂૂપિયા 7,000 ચૂકવવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *