સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા ‘આપ’ના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીતા દોડધામ

સુરત: શહેરના વોર્ડ નંબર 14માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઈલ પી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ,…

સુરત: શહેરના વોર્ડ નંબર 14માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઈલ પી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા બાદ ટેકનિકલ સમસ્યાના કારણે ઉમેદવારી નોંધાવી શક્ય નહોતી. જેના કારણે આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સુરતમાં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહને મેદાને ઉતાર્યા છે. આદમી પાર્ટીએ વોર્ડ નંબર 29ની સોના સિંહને ટિકિટ આપી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને સુરતના રહેવાસી સોના સિંહ સોશિયલ મીડિયા પર 20 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

અત્યાર સુધી પોતાના વીડિયોના માધ્યમથી લોકોની વેદના અને સ્થાનિક સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડનાર સોના સિંહ હવે પોતે સક્રિય રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. અઅઙએ તેમની ડિજિટલ લોકપ્રિયતા અને જનતાના પ્રશ્નો ઉઠાવવાની શૈલી પર ભરોસો મૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *