દ્વારકા નજીક રિક્ષાની અડફેટે વૃદ્ધનું કરુણ મોત

દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે રહેતા રામજીભાઈ દેવાભાઈ વાઘેલા નામના દેવીપુજક વૃદ્ધ તારીખ 26 મી ના રોજ રાત્રિના સમયે વરવાળા ગામે આવેલી ગોલાઈ પાસે રોડ…

દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે રહેતા રામજીભાઈ દેવાભાઈ વાઘેલા નામના દેવીપુજક વૃદ્ધ તારીખ 26 મી ના રોજ રાત્રિના સમયે વરવાળા ગામે આવેલી ગોલાઈ પાસે રોડ ક્રોસ કરીને તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 06 એ.ટી. 2891 નંબરની એક રીક્ષાના ચાલક રાજેશ બાલુભા માણેક નામના શખ્સએ રામજીભાઈને અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ સમગ્ર ઘટના અંગે રામજીભાઈ દેવાભાઈના ભત્રીજા ભરતભાઈ તુલસીભાઈ વાઘેલા (ઉ.વ. 35, રહે. બસ સ્ટેન્ડ સામે, દ્વારકા)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે રીક્ષા ચાલક રાજેશ માણેક સામે બી.એન.એસ. તેમજ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *