કુવાડવા નજીક આદેશ ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાઇવરને ધમકી

જામજોધપુરની આદેશ ટ્રાવેલ્સની બસ જામજોધપુર-ગાંધીનગર રૂૂટ પર ચાલતી હોઇ અને અમદાવાદ ઇસ્કોન ખાતેથી તેમાં મુસાફરો ભરવામાં આવતાં હોઇ રાજકોટના દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલકે કુવાડવા નજીક કારમાં…

જામજોધપુરની આદેશ ટ્રાવેલ્સની બસ જામજોધપુર-ગાંધીનગર રૂૂટ પર ચાલતી હોઇ અને અમદાવાદ ઇસ્કોન ખાતેથી તેમાં મુસાફરો ભરવામાં આવતાં હોઇ રાજકોટના દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલકે કુવાડવા નજીક કારમાં આવેલા ચાર શખ્સોએ આંતરી પાઇપના ઘા ફટકારી કાચ ફોડી નાંખી તેમજ ડ્રાઇવરને પાઇપ ફટકારી ડ્રાઇવર-ક્લીનરને મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ,કુવાડવા રોડ પોલીસે જામજોધપુરના મોટા વડીયા ગામના ભીખનભાઇ રમેશભાઈ કરંગીયા (ઉ.વ.રપ)ની ફરિયાદ પરથી ચાર અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. ભીખનભાઈ કરંગીયા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તે દરરોજ સુનિલભાઈ ઓડેદરાની આદેશ ટ્રાવેલ્સની બસ લઇ જામજોધપુરથી ગાંધીનગરના રૂૂટ પર આવ-જા કરે છે. ભીખનભાઇએ જણાવ્યું હતું કે, 19મીએ રાતે દસેક વાગ્યે હું ટ્રાવેલ્સ બસ લઇને ક્લીનર ઇરફાન હારૂૂનભાઇ ખેતા જામજોધપુરથી મુસાફર ભરીને ગાંધીનગર ગયા હતાં.

ર0મીએ ગાંધીનગર ખાતે સુતા હતાં. ક્લીનર ઇરફાનભાઈ પાસે ટ્રાવેલ્સનો મોબાઇલ ફોન હોઇ તેમાં રાતે પોણા અગિયારેક વાગ્યે દ્વારકાધીશ ટ્રાવેલ્સના માલિક રણછોડભાઈ સભાડનો ફોન આવ્યો હતો. તેણે કહેલુ કે તમે અમદાવાદ ઇસ્કોન ખાતે બપોરે 1 વાગ્યે બસ ન લગાડતાં. બપોરે 1:20 પછી તમારી બસ લગાડજો. તેમજ તમારા શેઠ સુનિલભાઇને પણ કહેવું હોય તો કહી દેજો, અમારી બસના ડ્રાઇવર-કલીનર ખરાબ મગજના છે પછી ખોટી માથાકુટ થાય તો કહેતા નહિ તેવો ફોન કર્યો હતો.

આ બાબતની જાણ અમે અમારા શેઠ સુનિલભાઈ ઓડેદરાને કરી હતી. આ પછી અમે સવારે સાડા અગિયારેક વાગ્યે ગાંધીનગરથી મુસાફર ભરી જામજધોપરુ જવા નીકળ્યા હતાં. સાંજે પાંચેક વાગ્યે અમદાવાદથી રાજકોટ તરફ હાઇવે પર કુવાડવા ગામ રાધે હોટલ પાસે અમારી બસ પહોંચતા રાજકોટ તરફથી સફેદ કલરની સ્વીફટ આવી હતી અને અમારી બસને આંતરી ઉભી રખાવી દીધી હતી. આ પછી કારમાંથી ચાર માણસો હાથમાં લોખંડના પાઇપ લઇને ઉતર્યા હતાં. એક શખ્સે મારી પાસે આવી તું નીચે ઉતર તેમ કહી મને પાઇપનો ઘા જમણા ખંભા પર મારી દીધો હતો.

બીજા ત્રણ જણાએ અમારી બસના આગળના કાચ, ડ્રાઇવર કેબીનનો દરવાજાના કાચ ઉપર પાઇપના ઘા મારી તોડફોડ કરી હતી. બાદમાં ચારેયએ દરવાજો ખોલી અંદર આવી મને અને ક્લીનરને ગાળો દીધી હતી. તેમાંથી એક માણસે ’તમને અમદાવાદથી એક વાગ્યા પહછી બસ ઉપાડવાનું કહ્યું હતું છતાં તમે કેમ એક વાગ્યે બસ લગાડી હતી? કાલે પણ તમારી બસને આવી રીતે રોકીને તોડફોડ કરીશું. ગમે ડ્રાઇવર હશે તેને મારશું’ તેમ કહ્યું હતું. ત્યાં આજુબાજુમાં બીજા માણસો ભેગા થઇ જતાં આ ચારેય જણા સ્વીફટમાં બેસી ભાગી ગયા હતાં. આ પછી મેં અમારા શેઠ સુનિલભાઇને ફોનથી જાણ કરી હતી.

ભીખનભાઇએ વધુમાં કહ્યું હતું કે હુમલાખોરોની બસ અમદાવાદ-રાજકોટ પેસેન્જરમાં ચાલતી હોઇ અને અમારી આદેશ ટ્રાવેલ્સની બસ પણ આ રૂૂટમાં ચાલતી હોઇ અમદાવાદથી મુસાફરો ભરવાના સમય બાબતે બોલાચાલી કરી મનદુ:ખ રાખી કુવાડવા ગામ પાસે અમારી બસને કારમાં આવેલા ચાર શખ્સોએ રોકાવી તોડફોડ કરી મને પાઇપનો ઘા મારી લઇ તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. કુવાડવા પીએસઆઇ પી. વી. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *