જેતપુર નજીક રખડતુ ઢોર આડે ઉતરતા ચાંપરાજપુરના યુવકનું બાઇક સ્લીપ થતા મોત

જેતપુરના ચાંપરાજપુરનો યુવાન મોટર સાયકલ લઈને જૂનાગઢ જતો હતો ત્યારે રસ્તામાં ખૂંટીયો આડો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વધુ તપાસ સ્થાનિક પોલીસ…

જેતપુરના ચાંપરાજપુરનો યુવાન મોટર સાયકલ લઈને જૂનાગઢ જતો હતો ત્યારે રસ્તામાં ખૂંટીયો આડો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વધુ તપાસ સ્થાનિક પોલીસ ચલાવી રહી છે.

ચાંપરાજપુર ગામે રહેતા અલ્પેશભાઈ મનસુખભાઇ બુટાણી ઉ. વ. 38 નામનો યુવાન પોતાનું મોટર સાયકલ લઈને જૂનાગઢ જતો હતો. ત્યારે જેતલસર ગામ પાસે ઓવરબ્રીજથી નીચે ઉતરતા રોડ પર ડિવાઈડર કૂદીને એક ખૂંટીયો અચાનક આડો ઉતરતા અલ્પેશભાઈ મોટર સાયકલ સાથે ખૂંટીયા સાથે ટકરાતા તેઓ રોડ પર પટકાયા જેનાથી માથામાં તેમજ શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજા પહોંચી અને લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતાં. ત્યારે ત્યાં પસાર થતા વાહન ચાલકોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલ ખસેડયા હતાં. ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરતા હતાં.

જૂનાગઢ વધુ સારવાર માટે રીફર કર્યા છતાં માથામાં હેમરેજ થઈ ગયું હોય સારવાર કારગત ન નિવેડતા તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મૃતકના નિધનથી તેઓના પરીવારે આધાર સ્તંભ ગુમાવ્યો હતો. તેમજ નાના સંતાનો પરથી પિતાની છત્રછાયા ચાલી ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. પરિવારજનોના નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *