જામનગરમાં સફાઈ કામદાર યુવાનનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી આપઘાત

  જામનગરમાં વાલ્મિકી નગર વિસ્તારમાં રહેતા રામજીભાઈ કિશોરભાઈ પરમાર નામના 36 વર્ષના સફાઈ કામદાર યુવાને ગઈકાલે પોતાના ઘેર કપાસના છાંટવાની જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ…

 

જામનગરમાં વાલ્મિકી નગર વિસ્તારમાં રહેતા રામજીભાઈ કિશોરભાઈ પરમાર નામના 36 વર્ષના સફાઈ કામદાર યુવાને ગઈકાલે પોતાના ઘેર કપાસના છાંટવાની જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકની પત્નીએ પોલીસને જાણ કરતાં સીટી.સી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.એ પરમાર જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, જયારે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બે સ્થળે દારૂના દરોડા
જામનગર શહેરમાં પોલીસે ગઈકાલે ઇંગ્લિશ દારૂૂ અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ઈંગ્લીશ દારૂૂના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરી લીધી છે. જામનગરમાં એરપોર્ટ રોડ પર રહેતા અને ઇલેક્ટ્રીક નો વ્યવસાય કરતા જયેશ ઉર્ફે ભીખુ સાજણભાઈ પિંગળ નામના શખ્સને પોલીસે ઇંગ્લિશ દારૂૂ ના જથ્થા સાથે પકડી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂૂપિયા 3,900 ની કિંમતની 13નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી કબજે કરી લઈ તેની સામે દારૂૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.

ઇંગ્લિશ દારૂૂનો બીજો દરોડો મહાપ્રભુજીની બેઠક પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ઇંગ્લિશ દારૂૂ સાથે નીકળેલા અશોક દાનાભાઈ ગમારા નામના ભરવાડ શખ્સને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી 25 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી કબજે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *