શાપર વેરાવળ વિસ્તારમાં વેરાવળ ચોકડી નજીક ગંગા હાર્ડવેર પાસે રોડ પર સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કાર પળોમાં જ બળી ઉઠી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કારમાં અચાનક ધુમાડો નીકળતા જ ડ્રાઇવરે તરત જ ગાડી રોડ સાઈડ પર ઉભી રાખી દીધી હતી, જેના કારણે મોટો બનાવ ટળી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ ઘટના સ્થળે શાપર વેરાવળ ફાયર ફાઈટર ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી જોરશોરથી ચાલુ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સચોટ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
