વેરાવળમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માતમાં ટ્રક ચાલકે મોટર સાયકલ સવારને હડફેટે લેતા ખીલખીલટમાં નોકરી કરતા યુવાનનું મૃત્યુ નીપજેલ છે.આ અકસ્માતની પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ વેરાવળ તાલુકાના સીમાર ગામે રહેતા અનિલભાઈ રાજાભાઈ મકવાણાના ભાઈ પંકજભાઇની મોટર સાયકલને ટ્રક ચાલકે હડફેટે લઈ મૃત્યુ નિપજાવેલ હોવાનું જણાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધેલ છે. મૃતક પંકજભાઇ સીવીલ હોસ્પીટલમાં ખીલખલાટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા અને તા.29 ના રાબેતા મુજબ તેની નોકરીએ જવા સારૂૂ તેની મોટર સાયકલ નં.જી.જે. 11 બી.સી. 2308 માં ઘરેથી નીકળેલ ત્યારે રસ્તામાં તીલક સોસાયટી સ્વામીનારાયણ મંદીર પાસે અકસ્માત થયેલ હતો. આ અકસ્માત સર્જાનાર ટ્રક નં. જી.જે. 11 એકસ. 9552 તેલના ડબ્બા ભરીને જતો હોય તેના ચાલકે મોર સાયકલને હડફેટે લઇ રોડ ઉપર પછાડી દઇ અકસ્માત કરી જતો રહેલ હતો. મોટર સાયકલ ચાલક પંકજભાઇને હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોકતરે મૃત જાહેર કરેલ હતા. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
જાહેરનામા ભંગનો ગુનો
વેરાવળમાં મોબાઇલની દુકાને પોલીસે તપાસ કરતા મોબાઇલનું ખરીદ કે વેંચાણનુ રજીસ્ટર ન નિભાવી જાહેરનામાનો ભંગ કરતા વેપારી વિરુદ્ધ ગુન્હો નોંધેલ છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ એસ.ઓ.જી. બ્રાન્ચ દ્વારા જુના કે નવા મોબાઇલ ખરીદતી, વેંચતી વખતે વેપારીએ નિભાવવાનુ થતું રજીસ્ટર અંગે અધિક જીલ્લા મેજી. ના જાહેરનામા અનુસંધાને વેરાવળ શહેર વિસ્તારમા ચેકીંગની કામગીરી કરતા હોય તે દરમ્યાન ટાવર ચોક પાસે આવેલ નસ્ત્રશ્રી ગાયત્રી મોબાઇલસ્ત્રસ્ત્ર નામની દુકાનના માલિક પંકજ નારણભાઈ ગ્યાનચંદાણી ને જાહેરનામા બાબતે પુછપરછ કરતા તેણે મોબાઇલ ખરીદતી કે વેચતી વખતે વેપારીએ નિભાવવાનુ આવુ કોઈ રજીસ્ટર ન નિભાવી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો નોંધેલ છે. નસ્ત્રશ્રી ગાયત્રી મોબાઇલસ્ત્રસ્ત્ર દુકાનમાં જુદી-જુદી કંપનીઓના મોબાઈલ હોય જે મોબાઇલના બિલ કે આધાર પુરાવા પણ તેઓની પાસે ન હોય જેથી મોબાઇલ ફોન 16, રૂૂા.31900 ના મુદામાલ તરીકે કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
