ખંભાળિયામાં તામસી સ્વભાવના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

ખંભાળિયા તાલુકાના ભીંડા ગામના વાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ લખમણભાઈ બોદર નામના 39 વર્ષના આહિર યુવાને ગત તારીખ 24 ફેબ્રુઆરીના રોજ તેમની વાડીએ જંતુનાશક ઝેરી દવા…

ખંભાળિયા તાલુકાના ભીંડા ગામના વાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ લખમણભાઈ બોદર નામના 39 વર્ષના આહિર યુવાને ગત તારીખ 24 ફેબ્રુઆરીના રોજ તેમની વાડીએ જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

મૃતક યુવાન દિલીપભાઈ બોદરને અવારનવાર એકદમ ક્રોધ આવતો હોય, અને ખોટા ખોટા વિચાર આવતા તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હોવા અંગેની જાણ લખમણભાઈ દેવાભાઈ બોદર (ઉ.વ. 68) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *