ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ભોજાભાઈ બાલુભાઈ ડગરા નામના 43 વર્ષના યુવાનને ત્રણેક માસ પૂર્વે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ થયા ન હોય અને શરીરમાં સતત દુખાવો રહેતો હોવાથી આ બાબતે કંટાળીને તેમણે પોતાના હાથે ચપ્પુ વડે ડાબા હાથના કાંડા પાસેની કાપી નાખતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
પ્રૌઢને મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા માણશીભાઈ અરજણભાઈ કારીયા નામના 56 વર્ષના ગઢવી પ્રૌઢને આ જ ગામના મધુબેન, ઉમરીબેન તથા માંડણભાઈ અને સીદુભાઈ નામના ચાર વ્યક્તિઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, કુહાડી વડે માર મારી, ફ્રેકચર સહિતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી માણશીભાઈએ મધુબેનને પોતાના ખેતરમાં પી.વી.સી. લાઈન રાખવાની ના પાડતા આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેમાં આગળની તપાસ એ.એસ.આઈ. જયપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.
મારી નાખવાની ધમકી
ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે બેડ ગામના જયેશગર પ્રભાતગર, પ્રભાતગર વીરગર અને કિશનગર પ્રભાતગર તથા મોટી ખાવડી ગામના મનીષ મેઘનાથી નામના ચાર શખ્સો દ્વારા એક યુવાનને લાકડાના ધોકા વડે બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ તેમના પિતરાઈ ભાઈ સાગરભાઈ અરવિંદભાઈ ગોસાઈ (ઉ.વ. 26, રહે. સુતારીયા) એ અહીંની પોલીસમાં નોંધાવી છે.
