Connect with us

ગુજરાત

માળિયા હાટીનાના મોટા દહીસરામાં મારામારીમાં ઘવાયેલા યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો

Published

on

ઘર પાસે પાણી ઢોળાવા મુદ્દે કૌટુંબિક શખ્સોએ સવારે ઝઘડો કર્યા બાદ રાત્રે ઘરમાં ઘૂસી ખૂની ખેલ ખેલ્યો’તો

માળીયાહાટીના તાલુકાના મોટા દહીસરા ગામે ઘર પાસે પાણી ઢોળાવા મુદ્દે યુવાન સાથે સવારે ઝઘડો કર્યા બાદ કુટુંબિક શખ્સોએ સાંજના સમયે ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળીયાહાટીના તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા ચંદુભાઈ છગનભાઈ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા કૌટુંબિક સુરેશ, વિજય અને અજલો નામના શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ચંદુભાઈ મકવાણાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માળિયા હાટીના પોલીસને જાણ કરતા માળીયા હાટીના પોલીસનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.


પ્રાથમિક પુછપરછમાં ચંદુભાઈ મકવાણા બે ભાઈમાં મોટો હતો. અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ઘર પાસે પાણી ઢોળાવા મુદ્દે હુમલાખોર સુરેશ સાથે સવારના ઝઘડો થયા બાદ સાંજના સમયે હુમલાખોર સુરેશ સહિતના સમયે ઘરમાં ઘુસી માર મારતા બનાવ હત્યામાં પલટાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માળિયા હાટીના પોલીસે નોંધ કરી યુવકના હત્યારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાત

વડોદરામાં 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ, મગરે 15 સેકન્ડમાં 19 ગુલાટ મારી, જુઓ VIDEO

Published

on

By

વડોદરામાં અવાર નવાર મગર જોવા મળતી હોય છે. ત્યારે ફરી એક વખત શહેરના લાલબાગ બ્રિજ નીચે રોડ પર આજે સવારે એક 10 ફૂટનો મહાકાય મગર આવી ચડ્યો હતો. ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા અને વન વિભાગની ટીમે મળીને આ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કરતી વખતે મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા.

https://x.com/Kshatriyadilip/status/1846167266015994092

આજે વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આવેલી પાણીની ટાંકી પાસે એક મહાકાય મગર આવી ચડ્યો હતો. જેને પગલે આસપાસમાંથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. મગરને પકડવાના પ્રયાસમાં મગરે ભારે ઉછળ કૂદ કરી હતી. મગરે 15 સેકન્ડમાં 19 ગુલાટ મારી હતી. આથી આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મગરને ઉછળતો જોઈને લોકો આમતેમ ભાગવા માંડ્યા હતા. છેવટે મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનો વિડીયો પર વાયરલ થઇ રહ્યો છે.

Continue Reading

ગુજરાત

ટેક્સટાઈલ યુનિટ સ્થાપવા 35 ટકા સુધી સબસિડી

Published

on

By

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરી, 8 વર્ષ સુધીની લોન પર 7% વ્યાજ સહાય, પ્રતિ યુનિટે 1 રૂ. પાવર સબસિડી અપાશે


કપાસના ઉત્પાદનમાં અગ્રેસર રહેલ ગુજરાત રાજ્યમાં ટેક્સટાઈલ ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવા માટે આગામી પાંચ વર્ષ માટેની ટેક્સટાઈલ પોલીસી 2024 જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહાત્મામંદિર ખાતે યોજેલ કાર્યક્રમમાં નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરી હતી. આ પોલીસીમાં અગાઉ મળતી વ્યાજ સબસીડી અને પાવર સબસીડી ઉપરાંત નવા યુનિટ સ્થાપવા માટે 35 ટકા સુધીની કેપીટલ સબસીડીની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પોલીસીની જાહેરાત થતાં જ ટેક્સટાઈલ સેક્ટરને લગતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.


ગુજરાત રાજ્યે ભારતભરમાં પ્રથમ વખત 2012માં ટેક્સટાઈલ પોલીસી બનાવી હતી. બાદમાં વર્ષ 2019માં પણ ટેક્સટાઈલ પોલીસી લોન્ચ કરવામાં આવી હતી. જે 10 મહિના પહેલા પુરી થઈ ગઈ હતી. લોકસભાની ચૂંટણી પહેલા ઉદ્યોગકારોએ પોલીસી જાહેર કરવા માંગ કરી હતી. પરંતુ આજે 10 મહિના બાદ મહાત્મામંદિર ખાતે વિકાસ સપ્તાહના કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગસાહસિક્તા દિવસની ઉજવણી પ્રસંગે આજે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવામાં આવી હતી.


આ પોલીસીમાં ટેક્સટાઈલને લગતા અલગ અલગ ઉદ્યોગો જેવા કે, ગારમેન્ટ, એપરલ, ટેક્નિકલ ટેક્સટાઈલ યુનિટ, વિવિંગ, નીટીંગ, ડાઈંગ, પ્રોસેસીંગ યુનિટો માટે જે તે તાલુકા પ્રમાણે 35 ટકા સુધીની 100 કરોડની મર્યાદામાં કેપીટલ સબસીડી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ તાલુકાના કેટેગરી પ્રમાણે મહત્તમ 8 વર્ષ સુધી ટર્મ લોનમાં 7 ટકાની વ્યાજસહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. ટેક્સટાઈલ યુનિટમાં પુષ્કર પ્રમાણમાં વિજળીનો વપરાસ હોય આ વિજળીના ખર્ચમાં રાહત મળે તે માટે પ્રતિ યુનિટે 1 રૂપિયાની પાવર ટેરીફની સબસીડીની પણ જાહેરાત કરવામાં આવી છે.


આ પોલીસી જાહેર કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ ંકે, ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગ રૂૂપે ટેક્સટાઈલ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વર્ષોથી ગુજરાત કાપડના ઉત્પાદન અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. જે ડેનિમ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. ત્યારે 2012માં જાહેર કરવામાં આવેલ ટેક્સટાઈલ પોલિસીમાં 35 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ટેક્સટાઈલમાં દેશમાં 25 ટકા ફાળો આપે છે.

મહિલા કામદાર માટે મહિને રૂા.5000 સુધીનો પગાર પાંચ વર્ષ સુધી સરકાર આપશે
આજે જાહેર કરાયેલ ટેક્સટાઈલ પોલીસી 2024માં મહિલા કામદારોને રોજગારી મળે તે માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ટેક્સટાઈલ સેક્ટરમાં પુષ્કર પ્રમાણમાં લેબરની જરૂર પડતી હોય સરકારે મહિલા કામદાર માટે રૂા. 5000 અને પુરુષ કામદાર માટે રૂા. 4000 પ્રતિ મહિનો પાંચ વર્ષ સુધી સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સ્વસહાય જૂથોને જોબવર્ક મળી રહે તે માટે ટ્રેનીંગ લેવા માટે પ્રતિ સદસ્યએ રૂા. 5000 પ્રતિ મહિના લેખે ત્રણ મહિના સુધી આપવાની જાહેરાત કરી છે.

Continue Reading

ક્રાઇમ

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

Published

on

By


રાજકોટના ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરીવાર ચર્ચામાં આવ્યાં છે અને આ વખતે ઘરમાં જ ડખ્ખો થયાનું સામે આવ્યું છે. ગઈ મોડી રાતે પદ્મિનીબા વાળા અને તેના પુત્રએ તેમના પતિ ગિરિરાજસિંહ વાળા પર પાઈપથી હિંચકારો હુમલો કર્યો હતો.


બનાવમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલ ગિરિરાજસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે પોલીસે મૌન ધારણ કરી લીધું હતું અને મામલે થાળે પડી ગયાની વાતનું રટણ કર્યું હતું. પદ્મીનીબા અને તેના પતિ વચ્ચે થયેલા ઝઘડાનો વિડીયો સોશીયલ મિડીયા પર વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રેલનગરમાં આવેલ રામેશ્વર પાર્ક-5 માં રહેતાં ગિરિરાજસિંહ અનિરૂૂદ્ધસિંહ વાળા (ઉ.વ.47) ગઈ રાતે પોતાના ઘરે હતાં ત્યારે રાત્રે એકાદ વાગ્યાની આસપાસ તેમના પત્ની અને ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબ વાળા તેમજ પુત્ર સત્યજીતસિંહ પાઈપ સાથે ઘસી આવ્યાં હતા અને કોઈ કારણોસર ઝઘડો કરી ગિરિરાજસિંહ પર પાઈપથી હુમલો કરી માર માર્યો હતો.


બનાવમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું.


જો કે, પોલીસે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતાં મામલો થાળે પડ્યો હોવાની વાત કરી હતી. તેમજ ઈજાગ્રસ્ત ગીરીરાજસિંહ પણ મોડી રાતે ટૂંકી સારવાર લઈ હોસ્પિટલમાંથી રજા લઈ નીકળી ગયાં હતાં. પદ્મીનીબા અને તેના પતિ વચ્ચે થયેલા ઝઘડાનો વિડીયો સોશીયલ મિડીયા પર વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા ગત લોકસભા ચૂંટણીથી લાઈમ લાઈટમાં આવેલ છે અને ચૂંટણી દરમિયાન મોટું આંદોલન પણ ચલાવ્યું હતું. જ્યારે બંને પતિ-પત્ની વચ્ચે અણબનાવ પણ ચાલતો હોવાની ચર્ચા છે.

Continue Reading
ગુજરાત11 hours ago

વડોદરામાં 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ, મગરે 15 સેકન્ડમાં 19 ગુલાટ મારી, જુઓ VIDEO

રાષ્ટ્રીય12 hours ago

જયપુરથી અયોધ્યા આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મુસાફરોમાં ખળભળાટ

રાષ્ટ્રીય12 hours ago

યુપી: મિલ્કીપુર સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કેમ ન થઈ? ચૂંટણી પંચે આપ્યું આ મોટું કારણ

આંતરરાષ્ટ્રીય12 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

મનોરંજન12 hours ago

અક્ષય કુમારની સૌથી અનફર્ગેટેબલ એક્શન મૂવીઝ

આંતરરાષ્ટ્રીય13 hours ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

આંતરરાષ્ટ્રીય13 hours ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

ગુજરાત13 hours ago

ટેક્સટાઈલ યુનિટ સ્થાપવા 35 ટકા સુધી સબસિડી

રાષ્ટ્રીય13 hours ago

ચૂંટણી પંચ ભાજપની કઠપૂતળી, જેએમએમ અને કોંગ્રેસનો આક્ષેપ

ક્રાઇમ13 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય2 days ago

શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી પણ 25000ને પાર

ક્રાઇમ2 days ago

મોરબીના તોડબાજ પત્રકારોએ 600 આઇકાર્ડ વેચ્યા હોવાનો થયો ઘટસ્ફોટ

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ક્રાઇમ2 days ago

દેશી દારૂ બંધ કરાવવા સુરેન્દ્રનગરમાં પોલીસ મથકે ગ્રામજનોનો હલ્લાબોલ

ગુજરાત2 days ago

સાયલા ગ્રામપંચાયતના સદસ્યએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

ગુજરાત2 days ago

કેશોદના અજાબ ગામે વરસાદ પડતાં મગફળીના પાકને ભારે નુકસાની

ગુજરાત1 day ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ક્રાઇમ13 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

Trending