જામનગરના મોખાણા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાનને માર પડ્યો

મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામના વતની અને હાલ મોરબીમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા બહાદુરભાઇ ગીરીધર ભાઈ ડાભી નામના 37 વર્ષના યુવાને…

મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામના વતની અને હાલ મોરબીમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા બહાદુરભાઇ ગીરીધર ભાઈ ડાભી નામના 37 વર્ષના યુવાને મોખાણા ગામના પાટીયા પાસે પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી બંને પગ ભાંગી નાખવા અંગે પોતાના સાળા કરણ મંગળભાઈ રાઠોડ ઉપરાંત કાકાજી સસરા અને તેના એક સાગરીત સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ કરી છે. જયારે ઇજાગ્રસ્ત યુવાનના બંને પગ ભાંગી ગયા હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી બહાદુરભાઈએ 2020 ની સાલમાં જામનગરમાં શંકર ટેકરીમાં રહેતી આરતી મંગળભાઈ રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ હાલમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાથી પત્ની રિસાઈને માવતરે ચાલી ગઈ છે. દરમિયાન પ્રેમી યુવાને પોતાની પત્ની ની કેટલીક ઓડિયો ક્લિપ વગેરે સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી, જેને લઈને જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હોવાથી પોતે પરમ દિવસે પોલીસ સમક્ષ આવ્યો હતો, અને ત્યાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ કરીને વાહનમાં બેસીને પરત જઈ રહ્યો હતો.

જે દરમિયાન મોખાણા ગામના પાટીયા પાસે તેના સાળા કરણ તેમજ કાકાજી સસરા સહિત ત્રણ વ્યક્તિઓએ રસ્તામાં રોક્યો હતો, અને હવે ફરીથી મારી બેન ના સંપર્કમાં આવતો નહીં, તેમ કઈ મારકુટ કરી બંને પગ ભાંગી નાખ્યા હતા, જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *