જામનગરમાં પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીંકી યુવકની કરેલી હત્યા

આરોપીની પત્નીને મૃતક યુવાન આઠ મહિના પહેલાં નસાડીને પોતાના ઘરમાં બેસાડેલ હોઇ ખૂની ખેલ ખેલ્યો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક દલિત યુવાન પર તેના…

આરોપીની પત્નીને મૃતક યુવાન આઠ મહિના પહેલાં નસાડીને પોતાના ઘરમાં બેસાડેલ હોઇ ખૂની ખેલ ખેલ્યો

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક દલિત યુવાન પર તેના પિતરાઈ ભાઈ એ છરીના ચાર જેટલા ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે.

આરોપીની પત્નીને મૃતક યુવાન આઠ મહિના પહેલા નસાડી ગયો હોવાનું અને પોતાના જ ઘરમાં બેસાડી હોવાથી તેનો બદલો વાળવા માટે આ હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી તેને અટકાયતમાં લીધો છે.

આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાન પર દિગ્વિજય પ્લોટ શેરી નાં 54 ના છેડે તેનાજ પિતરાઈ ભાઈ એવા દિલીપ રમેશભાઈ ચાવડાએ છરીના ઉપરા છાપરી 4 જેટલા ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી હતી. મૃતક યુવાન પોતાના એકટીવા સ્કૂટર પર જઈ રહ્યો હતો, જે દરમિયાન આરોપીએ રસ્તામાં રોકીને તેના પર આ હુમલો કરી દીધો હતો, જેથી મૃતક યુવાન લોહી લુહાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો, અને લોહીનું ખાબોચિયું ભરાયું હતું, જ્યારે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો, જયારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આ પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જેમાં મૃતક યુવાન જયેન્દ્ર ઉર્ફે જયલો કે જે આજથી આઠ મહિના પહેલા આરોપી દિલીપ ની પત્ની ને ઉઠાવી ગયો હતો, અને પોતાના ઘરમાં બેસાડી છે. જેનું મનદુ:ખ રાખી ને આરોપીએ મોકાનો લાભ લઇ હત્યા કરી નાખી પોતાનો મનસુબો પર પડ્યો હતો, અને જીતેન્દ્રની હત્યા કરી છે.

સમગ્ર મામલા માં પોલીસ દ્વારા મૃતક જયેશ ના પિતા જગદીશભાઈ ચાવડા ની ફરિયાદના આધારે આરોપી દિલીપ સામે હત્યા અંગે ગુન્હો નોંધ્યો છે, અને તેને અટકાયતમાં લઈ લીધો છે, જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *