મોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાનનું અપહરણ કરી માર માર્યો

મોરબી શહેરમાં ચોકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નાણાકીય લેવડદેવડ બાબતે યુવકનું ફિલ્મી સ્ટાઈલમાં પાંચ શખ્સોએ અપહરણ કરી 13 લાખ રૂૂપિયા બળજબરી પૂર્વક કઢાવવા યુવકને…

મોરબી શહેરમાં ચોકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નાણાકીય લેવડદેવડ બાબતે યુવકનું ફિલ્મી સ્ટાઈલમાં પાંચ શખ્સોએ અપહરણ કરી 13 લાખ રૂૂપિયા બળજબરી પૂર્વક કઢાવવા યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગરમા ધર્મ મંગલ સોસાયટી પિપરવાડી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ શેરસીયા (ઉ.વ.29) એ આરોપી ગીરીશભાઇ મગનભાઇ આખજા, રાજુભાઇ ઝાલા આહીર, ભરતભાઇ બાટી ગઢવી, અલ્તાફભાઇ જીવાણી, ઇમરાન ઉર્ફે ગટ્ટી વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા આરોપીઓને નાણાકીય લેવડદેવડના કામે ફરીયાદી પાસેથી રૂૂપિયા 13 લાખ મેળવવાના હોય જેથી ફરીયાદી જ્યારે મોરબી ભક્તિનગર સર્કલ પાસે ગોકુલનગર જવાના રસ્તે મંડપ સર્વિસના ગોડાઉનમાં ફરીયાદી હોય ત્યારે આરોપીઓ ક્રેટા ગાડી રજીસ્ટર નંબર -જીજે-36-એ.એફ-8771 વાળીમા ફરીયાદી પાસે જઈ ફરીયાદીને લોખંડની કોશ તથા હથોડી વડે મારમારી બળજબરી પૂર્વક રૂૂપિયા કઢાવવા કારમાં ફરીયાદીનુ અપહરણ કરી જાંબુડીયા બાજું હિમાલીયા કારખાનામાં લઈ જઈ ગોંધી રાખી મોબાઈલ આંચકી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ -308(5), 140(2), 127(2), 115(1),351(2) તથા જી.પી. એક્ટ કલમ -145 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *