રાજમોતી મિલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ઘવાયો

શહેરમાં ટીપરવાન ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોવાની અને અવાર નવાર અકસ્માતો સર્જતા હોવાની અનેક વાર ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ટીપરવાનના ચાલકે વધુ એક…

શહેરમાં ટીપરવાન ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોવાની અને અવાર નવાર અકસ્માતો સર્જતા હોવાની અનેક વાર ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ટીપરવાનના ચાલકે વધુ એક અકસ્માત સર્જયો છે.શહેરના સામાકાંઠે ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા લોહાનગરમાં રહેતા યુવાનને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા લોહાનગરમાં રહેતો વિઠ્ઠલ બચુભાઈ પાટડીયા નામનો 20 વર્ષનો યુવાન સાંજના સમયે પોતાનું બાઈક લઇ ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટીપરવાનના ચાલકે બાઈકને ઠોકર ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ટીપરવાનનો ચાલક પીધેલી હાલતમાં હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આ અંગે થોરાળા પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત યુવાનનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *