ખોડલધામ સોસાયટીમાં યુવાન સાથે સોલાર પેનલ નાખવાના બહાને યુવક સાથે 1.48 લાખની ઠગાઈ

કોઠારીયા રોડ પર આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ બાબુભાઈ પીઠવા નામના વ્યક્તિ સાથે સોલાર પેનલ નાખવવા મામલે છેતરપિંડી થયા ની ઘટના સામે આવી છે.ફરિયાદીએ જણાવ્યું…

કોઠારીયા રોડ પર આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ બાબુભાઈ પીઠવા નામના વ્યક્તિ સાથે સોલાર પેનલ નાખવવા મામલે છેતરપિંડી થયા ની ઘટના સામે આવી છે.ફરિયાદીએ જણાવ્યું હતું કે,ગત ઓક્ટોબર 2025 માં ફેસબુક પર ‘INTIFY SOLAR PVT LTD’ નામની કંપનીની સોલાર પેનલ માટેની જાહેરાત જોઈ હતી.આ જાહેરાતના આધારે સંપર્ક કરતા આરોપી ધીરજભાઈએ બજાર ભાવ કરતા સસ્તામાં સોલાર પેનલ નાખી આપવાની ખાતરી આપી હતી અને રૂ. 1,48,000 નું કોટેશન આપ્યું હતું. લોન કરાવવાની લાલચ આપી આરોપીઓએ ફરિયાદીની પત્નીના દસ્તાવેજો મેળવ્યા હતા.

બજાજ ફાઈનાન્સમાંથી રૂ. 1,31,000 ની લોન મંજૂર કરાવી તે નાણાં કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફરિયાદી પાસેથી વધારાના રૂ. 16,000 સ્કેનર દ્વારા ઓનલાઈન મેળવી લેવામાં આવ્યા હતા. આમ, કુલ રૂ. 1,48,000 મેળવી લીધા બાદ પણ સોલાર પેનલ ફિટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું નહોતું. જ્યારે ફરિયાદીએ કામ માટે ઉઘરાણી કરી ત્યારે આરોપીઓએ અવારનવાર બહાના કાઢીને ફોન બંધ કરી દીધા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કંપનીના માલિકો કાનાભાઈ મેરામભાઇ બદિયાવદરા, હિરેનભાઈ નાથાભાઈ લાઠિયા અને ચેતનભાઈ પનખાનીયા છે. સમાચાર પત્રો દ્વારા ફરિયાદીને જાણ થઈ હતી કે આ ટોળકીએ અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો સામે બી.એન.એસ.ની કલમ 61(2) અને 318(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મારવણીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *