રાજકોટ શહેરના પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા ભરતભાઇ દલસુખભાઇ સોલંકી (ઉ.વ.35) નામનો યુવાન જ્યુબિલી ચોકમાં હતો ત્યારે અજાણયા માણસોએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝનને જાણ કરી હતી. ભરતભાઇ રીક્ષા ચાલક છે અને ભંગાનો ધંધો પણ કરે છે. પોતે બે ભાઇમાં મોટા છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા બે દીકરી છે. આરોપીઓ હનુમાન મઢી પાસે બોલાચાલી થઇ હતી ત્યા નોનવેજ લેવા ગયા હતા ત્યારે ત્યા આરોપીનો ભેટો થઇ જતા મારમાર્યો હતો.
