પત્ની અને માતાને કલર ઉડાડી ગાળો આપતા શખ્સોને ટપારતા યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો

શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા વિજય રમેશભાઈ મજેઠીયા નામના કોળી યુવાન પર પાડોશમાં રહેતા મહેશ,નયન મહેશ,પરેશ મહેશ,સાહિલ ભરવાડ અને…

શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા વિજય રમેશભાઈ મજેઠીયા નામના કોળી યુવાન પર પાડોશમાં રહેતા મહેશ,નયન મહેશ,પરેશ મહેશ,સાહિલ ભરવાડ અને તેની સાથેના અજાણ્યા શખ્સે ધોકા વડે હુમલો કરતા વિજયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વિજયે જણાવ્યું હતું કે,ગઈકાલે ધુળેટીના દિવસે પત્ની મીનાબેન અને માતા બીનાબેનને આરોપીએ રંગ ઉડાડતા તેમને સમજાવ્યો હતો.જેથી તે ઉશ્કેરાઈ જતા ધોકા વડે હુમલો કર્યો હતો.આ અંગે હાલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીને સકંજામાં લઇ પૂછપરછ શરૂૂ કરી છે.
બીજા બનાવમાં થોરાડાના રામનગરમાં રહેતા અનિષકુમાર અને તેમના ભાઈ મનીષકુમાર પર 10 થી 12 શખ્સોએ ગાળો આપવાની ના પાડી હુમલો કર્યો હતો.ઘવાયેલા બંને ભાઈ મૂળ યુપીના છે.આરોપીઓ દારૂૂ પી ને ગાળો આપતા હતા તેમને ગાળો આપવાની ના પાડતા તેમણે હુમલો કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *