માણાવદરના બોડકામાં યુવકે ઘરે બેઠા કમાવવાની લાલચે રૂા.24.78 લાખ ગુમાવ્યા

માણાવદરના બોડકા ગામના એક યુવક સાથે ઓનલાઈન રોકાણના નામે રૂૂપિયા 24 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં થતા તપાસ શરૂૂ કરવામાં આવી…

માણાવદરના બોડકા ગામના એક યુવક સાથે ઓનલાઈન રોકાણના નામે રૂૂપિયા 24 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં થતા તપાસ શરૂૂ કરવામાં આવી હતી. માણાવદર તાલુકાના બોડકા (સ્વામીના) 45 વર્ષીય કિશોરભાઈ લખમણભાઇ પરમારને નવેમ્બર 2024માં અજાણ્યા વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો. અજાણી સ્ત્રીએ પોતાની ઓળખ આપી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. શરૂૂઆતમાં ઓછું રોકાણ કરાવી વિશ્વાસ જીત્યા બાદ, ડોલરમાં વધુ પ્રોફિટ બતાવી યુવાનને મોટી રકમ રોકવા લલચાવ્યા હતા.જ્યારે યુવકે પોતાનો નફો વિથડ્રો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ અજાણ્યા શખ્સે “ટેક્સ’, ” પ્રોફિટ ટેક્સ’ અને ” એડવાન્સ ચાર્જ’ના બહાને તારીખ 27-11-2024 થી 22-04-2025 દરમિયાન અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂૂપિયા 24,38,404 ઓનલાઇન ભરાવી લીધા હતા. વારંવાર નાણાંની માંગણી છતાં નફો કે મૂળ રકમ પરત ન મળતા યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

આ મામલે જૂનાગઢ સાયબર પોલીસે કિશોરભાઈ પરમારની અરજી બાદ બુધવારે ફરિયાદ લઈ અજાણ્યા શખ્સ વિરૂૂધ્ધ વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ માણાવદરના પીઆઇ એ. પી. ડોડીયાએ હાથ ધરી હતી.

24 ટ્રાન્જેક્શન કરાવ્યા હતા ફરિયાદ મુજબ અજાણી સ્ત્રીએ ’હું તમારી ફ્રેન્ડ અમીશા અરોરા ચંદીગઢથી બોલું છું’ એવી ઓળખ આપી ઘર બેઠા કમાવાની લાલચ આપી શરૂૂઆતમાં રૂૂપિયા 42,000 મળી 9,00,030 રૂૂપિયા 13 ટ્રાન્જેક્શન કરાવી અન્ય બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આવી જ અન્ય એક અજાણી સ્ત્રીએ પણ હું તમારી ફ્રેન્ડ સાક્ષી કોલકાતાથી બોલું છું’ એવી ઓળખ આપી શરૂૂઆતમાં યુવાન પાસેથી તેના બેંક ખાતામાંથી અન્ય બેન્ક ખાતામાં રૂૂપિયા 50,000 બેંક ખાતામાં જમા કરાવી કુલ 15,78375ના 13 ટ્રાન્જેક્શન કરાવી જમા કરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *