વૈશાલીનગરમાં રહેતા યુવાનને પૂર્વ પત્ની અને તેના પ્રેમીની ધમકી, ગુનો નોંધાયો

રાજકોટ શહેરનાં રૈયા રોડ પર વૈશાલીનગર શેરી નં ર મા રહેતા અને શિવ ફેશન નામની કપડાની દુકાન ચલાવતા પિયુષભાઇ પ્રેમજીભાઇ લીંબાસીયા નામનાં 39 વર્ષનાં યુવાનને…

રાજકોટ શહેરનાં રૈયા રોડ પર વૈશાલીનગર શેરી નં ર મા રહેતા અને શિવ ફેશન નામની કપડાની દુકાન ચલાવતા પિયુષભાઇ પ્રેમજીભાઇ લીંબાસીયા નામનાં 39 વર્ષનાં યુવાનને તેમની પુર્વ પત્ની ચાંદની બાબુભાઇ ગોંડલીયા અને ચાંદનીનો પ્રેમી દીવ્યેશ ધીરુભાઇ સાવલીયા બંને ઘરે આવી અને ફોન પર અવાર નવાર ધમકાવી તેમજ પીયુષભાઇનાં બાળકો વિશે આજુબાજુમા પુછપરછ કરી પરેશાન કરતા હોય પીયુશભાઇએ ગાંધીગ્રામ પોલીસ મથકમા બંને વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.

વધુ વિગતો મુજબ પીયુશભાઇ લીંબાસીયાએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમનાં લગ્ન 2016 મા ચાંદની સાથે થયા હતા . લગ્ન જીવન થકી તેમને સંતાનમા બે દીકરા છે . લગ્ન બાદ ચાંદની ઘરનાં સભ્યોને ત્રાસ આપવાનુ ચાલુ કર્યુ અને ઘરમા વ્યવસ્થીત રહેતી ન હોય તેમજ અન્ય પુરુષ સાથે સબંધ રાખતી હોવાથી 2024 મા ચાંદની સાથે છુટાછેડા લઇ લીધા હતા . અને નામદાર કોર્ટ દ્વારા બંને બાળકોની કસ્ટડી પીયુશભાઇને સોપવામા આવી હતી . ત્યારબાદ પીયુશભાઇ બંને બાળકો અને માતા સાથે ઉપરોકત ફલેટમા રહે છે.

છેલ્લા બે મહીનાથી ચાંદનીનાં કહેવાથી તેનો પ્રેમી દીવ્યેશ સાવલીયા અવાર નવાર ફોન કરી તમે લગ્ન જીવન દરમ્યાન ચાંદનીને બહુ હેરાન કરી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપો છો . તેમજ આ દીવ્યેશ ફોન કરી તુ કયા છો તને રૂબરૂ મળવુ છે અને લોકેશન માગે છે. તેમજ દર પુનમે પીયુશભાઇ માટેલ માતાજીનાં મંદિરે જતા હોય એક વખત માટેલ મંદિરે દિવ્યેશ અને ચાંદની પણ માટેલ મંદિરે આવ્યા હતા તેમજ તા. 1 સપ્ટેમ્બરનાં રોજ ચાંદની પીયુશભાઇનાં પાડોશી અંકીતાબેનને ફોન કર્યો હતો અને પીયુશભાઇ વિશે તેમના બાળકો વિશે પુછપરછ કરી હતી .

તેમજ બંને બાળકો જયા ટયુશનમા જાય છે તે ટયુશનનાં શિક્ષીકાએ પણ પીયુશભાઇને વાત કરી હતી કે તમારા બાળકો વિશે દીવ્યેશભાઇ સાવલીયા પુછપરછ કરવા આવ્યા હતા. તેમજ એક વખત પીયુશભાઇનાં માતા જયાબેન ઘરે આવ્યા હતા. ત્યારે તેમને ધમકાવ્યા હતા. અને કહયુ કે ડોસી તને જીવતી નથી રહેવા દેવાનો. આમ આ દીવ્યેશ સાવલીયા ચાંદનીબેનનાં કહેવાથી અવાર નવાર પીયુશભાઇને ફોન કરી તેમજ તેનાં ઘરે પહોચી અવાર નવાર ધમકીઓ આપતા હોય જેથી ગાંધીગ્રામ પોલીસમા તેમનાં વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *