અવધના ઢાળિયા પાસે મહાનગરપાલિકાના પાણીના ટાંકા નજીકથી સેન્ટીંગ કામના પાઇપ અને લોખંડના ટેકા અને સળિયા સહિત કુલ રૂૂપિયા સાડા ચાર હજાર રૂૂપિયાનો સામાન તસ્કર ચોરી જતા પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ શરૂૂ કરી છે.
પોરબંદરમાં રાણાવાવમાં આવેલા ખંભાળા ગામે રહેતા અને હાલ મુજકા સાઇટ પાસે ઓફિસમાં રહેતા અને લેબર સેન્ટીંગ કોન્ટ્રાક્ટ ધરાવતા રામભાઈ રાજશીભાઈ મોઢવાડીયા(ઉ.વ.38)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું અર્જુન ક્ધટ્ર કશન નામે સેન્ટીંગ કોન્ટ્રાકટ રાખુ છુ.અને મારે છેલ્લા 14 મહીનાથી સીગલ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લીમીટેડ કંપનીમા લેબ2 સેન્ટીંગનો કોંટ્રાકટ છે. અને મારે કંપની જે બાંધકામ બનાવે છે તેનુ તમામ સેંટીંગને લગતુ કામકાજ મારે પુરૂૂ કરવાનુ હો ય છે.અને હાલમા મારે કાલાવડ રોડ અવધનો ઢાળ ખાતે આર.એમ.સી પાણીના ટાંકાનુ કામકાજ ચાલે છે.જયા અમોએ સેંટીંગનો અમારો લોખંડનો સામાન રાખેલો હતો.
જેમા અમો અમુક સામાન ભાડેથી લાવેલા હતા અમુક સામાન સીગલ પ્રા.લી. કંપનીનો હતો જે પણ ત્યા રાખેલો હતો. આજરોજ તા.24/09ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામા મને અમારા સુપરવાઈઝર દીલીપભાઈ કુછડીયાનો ફોન આવેલો અને મને જણાવેલ કે,આશરે અઢી મહીના પહેલા આપણો જે લોખંડનો સેન્ટીગનો સામાન ચોરાયેલો હતો તે સેન્ટીગનો સામાન આપણી સીગલ ઈન્ફાકોન પ્રાઈવેટ લીમીટેડની પાછળનો ભાગ આવેલો છે તે અવધનો ઢાળ કાલાવડ રોડ ખાતે આવેલી એક ઝુપડપટ્ટી પાસે એક બ્લુ રંગની લોડીંગ રીક્ષામા આપણો લોખંડનો ચોરાયેલો માલ સામાન પડેલો છે અને આ રીક્ષા પાસે બે માણસો ઉભેલા હોય, જેને મે રીક્ષા કોની છે તે બાબતે પુછતા તેઓ ભાગી ગયેલા છે.
આમ મને દીલીપભાઈએ જણાવતા હુ તથા સંજયભાઈ ડાંગર તથા નીલેશભાઈ કુછડીયાનાઓ અવધનો ઢાળ કાલા વડ રોડ ખાતે આવેલા ઝુપડા પાસે પહોચતા દીલીપભાઈને મળતા ત્યા બ્લુ રંગની લોડીંગ રીક્ષા જોતા તેમા અમારો લોખંડનો ચોરાયેલો સામાન જેની કુલ કી.આશરે 4500/- ની ચોરી કરી વીનોદભાઈ જક્ષીભાઈ સાડમીયા લઈ ગયેલ હોવાનું જાણવા મળતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
