પારડી પાસે એકલવાયું જીવન જીવતા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત

આપઘાતનું કારણ અકબંધ; શ્રમિક પરિવારમાં શોક શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા શ્રમિક યુવાને પારડી પાસે કોઈ અગમ્ય કારણસર ટ્રેન હેઠળ પડતું…

આપઘાતનું કારણ અકબંધ; શ્રમિક પરિવારમાં શોક

શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા શ્રમિક યુવાને પારડી પાસે કોઈ અગમ્ય કારણસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા પ્રદીપકુમાર દયાશંકર નામનો 20 વર્ષનો યુવાન પારડી અને પડવલા વચ્ચે હતો ત્યારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રદીપકુમાર ઉત્તર પ્રદેશનો વતની હતો અને એક ભાઈ બે બહેનમાં નાનો અને અપરિણીત હતો. પ્રદીપકુમાર કોઠારીયા સોલ્વન્ટમાં રૂૂમ ભાડે રાખી એકલવાયું જીવન જીવતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. શાપર પોલીસે યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *