ખંભાળિયામાં વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

ખંભાળિયાના પોસ વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ યુવાનને મંગળવારે રાત્રે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ કરુણ બનાવની વિગત એવી છે…

ખંભાળિયાના પોસ વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ યુવાનને મંગળવારે રાત્રે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં પાંજરાપોળની સામે રહેતા વિમલભાઈ કિશોરભાઈ જાની નામના આશરે 39 વર્ષના યુવાનની તબિયત નાદુરસ્ત હોય, મંગળવારે તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ગયા હતા. જ્યાં સીડી ચડતી વખતે તેઓ એકએક તેઓ ફસડાઈ પડતા તેમને ઇમર્જન્સી સારવાર અર્થે દાખલ કરાયા હતા. અહીં તેમને જીવલેણ સ્ટ્રોક આવી ગયો હોવાથી મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું હતું. આ બનાવે મૃતકના પરિવારજનો સાથે રામનાથ સોસાયટી વિસ્તાર અને બ્રહ્મ સમાજમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *