મવડીના વૃધ્ધ સિવિલ હોસ્પિટલ ચોકમાંથી લાપતા થઇ ગયા

શહેરમા મવડી વિસ્તારમા આવેલ સુદામા ટાઉનશીપમા રહેતા વૃધ્ધ સિવીલ હોસ્પીટલ ચોકમા હતા ત્યારે વૃધ્ધાવસ્થાનાં કારણે યાદ શકિત ગુમાવી દીધી હોવાથી ગુમ થયા હતા. ગુમ થયેલા…

શહેરમા મવડી વિસ્તારમા આવેલ સુદામા ટાઉનશીપમા રહેતા વૃધ્ધ સિવીલ હોસ્પીટલ ચોકમા હતા ત્યારે વૃધ્ધાવસ્થાનાં કારણે યાદ શકિત ગુમાવી દીધી હોવાથી ગુમ થયા હતા. ગુમ થયેલા વૃધ્ધનો પતો મળે તો પરીવાર અથવા પોલીસને જાણ કરવા અપીલ કરવામા આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મવડીમા કણકોટ રોડ પર આવેલ સુદામા ટાઉનશીપમા રહેતા હિરામણભાઇ બુધાશંકરભાઇ બડગુજર નામનાં 70 વર્ષનાં વૃધ્ધ ગત તા. 30 નાં રોજ સાંજનાં આઠેક વાગ્યાનાં અરસામા સિવીલ હોસ્પીટલ નજીક જનાના હોસ્પીટલ પાસે હતા ત્યારે ગુમ થયા હતા. આ અંગે વૃધ્ધનાં પુત્ર સંદીપભાઇ બડગુજકરે એ ડીવીઝન પોલીસ મથકમા ગુમસુદા નોંધાવી છે. લાપતા થયેલા વૃધ્ધનો પતો મળે તો સંદીપભાઇ બડગુજરનાં મો. નં. 9054904060 ઉપર સંપર્ક કરવા અથવા એ ડીવીઝન પોલીસને જાણ કરવા અપીલ કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *