રાજકોટ રહેતા પોરબંદરના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

રૂમ પાર્ટનરને ટિફિન લેવા મોકલી લટકી ગયો : કારણ અકબંધ રાજકોટમાં રહી નોકરી કરતાં પોરબંદરના યુવાને અગમ્ય કારણસર પોતાના રૂમે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં…

રૂમ પાર્ટનરને ટિફિન લેવા મોકલી લટકી ગયો : કારણ અકબંધ

રાજકોટમાં રહી નોકરી કરતાં પોરબંદરના યુવાને અગમ્ય કારણસર પોતાના રૂમે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ મુળ પોરબંદરમાં વણકરવાસના વતની અને હાલ રાજકોટમાં કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાછળ જગન્નાથ પ્લોટમાં રહેતા યશ લાખાભાઈ વાળા (ઉ.28) નામના યુવાને ગઈકાલે પોતાના રૂમે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક યશ એક બહેનનો એકનો એક નાનો ભાઈ હતો. તે ચાર વર્ષથી રાજકોટમાં રૂમ રાખી બ્યુટી પાર્લરની કંપનીમાં નોકરી કરતો હતો. ગઈકાલે તેની સાથે રહેતા રૂમ પાર્ટનરને ટીફીન લેવા મોકલી તેણે આ પગલું ભરી લીધું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. તેણે આ પગલું શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *