જેતપુરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં રાજકોટ શહેરનાં પાંચ અને જેલના એક પોલીસ કર્મીનું સન્માન

જેતપુર ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર પોલીસ અને મધ્યસ્થ જેલના મળી 6 પોલીસ કર્મચારીઓઅનું તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ સન્માન કરવામાંઆવ્યું…

જેતપુર ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર પોલીસ અને મધ્યસ્થ જેલના મળી 6 પોલીસ કર્મચારીઓઅનું તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ સન્માન કરવામાંઆવ્યું છે. જેમાં શહેર પેરોલ ફરલો સ્ક્વોડના કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા, ટ્રાફિક બ્રાંચના ભીમભાઇ માનસીંગભાઇ સરવૈયા, તાલુકા પોલીસ સ્ટેશનના જયપાલસિંહ હરદેવસિંહ સરવૈયા, ભક્તિનગર પોલીસ સ્ટેશનના તરૂૂણભાઇ મનસુખભાઇ જાની, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મોૈલિકભાઇ મુકેશભાઇ ટંકારીયા અને મધ્યસ્થ જેલના ઝંડુરભાઇ ગોવિંદભાઇ હડીયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર તંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી, જયેશભાઇ રાદડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ, રાજકોટ રૂૂરલ એસપી, રાજકોટ કલેક્ટર તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *