નવાગામ રંગીલા સોસાયટી ના ઢોરા પાસે રહેતા ગીરીશભાઈ ધીરુભાઈ મકવાણા(ઉ.વ.35) પારકા ઝઘડામાં વચ્ચે પડતા સંજય વાઘજી રોજાસરાએ પાઈપ વડે માર મારી અને પગમાં ફેક્ચર કરી નાખ્યું હતું.ગિરીશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા. 31/08નાં સાંજના હું ઘરેથી ફાકી ખાવા પાનનાં ગલ્લા તરફ જતો હતો ત્યારે ત્યાં રંગીલા વિસ્તારમાં સંજયભાઈ વાઘજીભાઇ રોજાસરા અજાણ્યા માણસો સાથે માથાકુટ કરતો હોય જેથી મે સંજયભાઈને આ અજાણ્યા માણસો સાથે માથાકુટ નહી કરવા સમજાવ્યો હતો અને બાદમાં હું ફાકી લઇને ઘરે પરત જતો રહ્યો હતો અને હું મારા પાડોશમાં રહેતા સુરેશભાઇ રાઠોડનું સ્કૂટર લઈને મારે હાઇવે રોડ ઉપર ઓડીના શો-રૂૂમ ની પાસે કામ હોય જેથી સ્કૂટર લઇને ગયો હતો.
અને ઓડીના શો-રૂૂમ ની પાસે રોડ ની સાઇડમાં બાઈક ઉભું રાખી હું મારા ફોનમાંથી મારાભાઇ સંજયભાઇ સાથે વાત કરતો હતો. ત્યારે અગાઉ ઝઘડામાં વચ્ચે પડતા તેનો ખાર રાખી સંજયભાઈ વાઘજીભાઈ રોજાસરા તેનું સ્કૂટર લઇને ત્યાં આવેલ અને એક્સેસમાં રાખેલ પાઈપ લઈને નીચે ઉતરેલ અને મને બંને પગમાં આડેધડ પાઈપ વડે માર મારવા લાગ્યા હતા અને જીર-જોરથી ગાળો બોલવા લાગ્યા હતા અને મને ઇજા થવાથી હું બુમાબુમ કરવા લાગ્યો હતો જેથી નજીકમાંથી માણસો ભેગા થતા આ સંજયભાઇ તેમનું સ્કૂટર લઇને જતો રહેલ ત્યારબાદ મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પગમાં ફ્રેકચર થયું હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલે કુવાડવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂૂ કરી હતી.
