લાખાજીરાજ ઉદ્યોગનગરના યુવાનનું ઝાડા-ઊલટીથી મોત

રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. દીન પ્રતિદિન શરદી-ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને કમળાના કેસ હોસ્પિટલે નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ ઓપીડીમાં પણ વધારો થયો છે.…


રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. દીન પ્રતિદિન શરદી-ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને કમળાના કેસ હોસ્પિટલે નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ ઓપીડીમાં પણ વધારો થયો છે. ત્યારે રાજકોટના ચુનારાવાડ ચોક નજીક લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. 5માં રહેતા યુવાનનું ઝાડાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા સુરેશભાઈ ટપુભાઈ પરમાર કોળી (ઉ.વ.4) નામનો યુવાન આજે અચાનક બેભાન થઈ જતાં તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સુરેશ પરમાર ચાર ભાઈમાં સૌથી નાનો અને અપરણિત હતો તેમજ સુરેશને બે દિવસથી ઝાડા-ઉલ્ટી થતાંતેમની તબીયત લથડી હતી અનેતેમનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *