કેશોદનો યુવાન બેંક બહાર ‘ઠંડક’ કરવા ઉભો રહ્યો ને ચોર 1.70 લાખની રોકડ સેરવી ફરાર

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક…

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક યુવકની નજર ચૂકવી તેના બાઈકના થેલામાં રાખેલા રૂૂપીયા 1.70 લાખ રોકડા લઈને પલાયન થઈ ગયા છે. આ ઘટના બાદ કેશોદ પોલીસે તાત્કાલિક અસરથી નાકાબંધી કરી ગઠિયાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા નામના યુવક કેશોદની એસબીઆઈ (જઇઈં) બેંકની શાખામાંથી રૂૂપીયા 1,70,000 રોકડા ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ તેઓ બાઈક લઈને રવાના થયા હતા અને બેંકથી માત્ર 150 મીટર દૂર આવેલા ચાર ચોક પાસે તિલક વિસ્તારમાં ઠંડું પીણું પીવા માટે ઉભા રહ્યા હતા.

બલભદ્રસિંહજીએ પોતાનું બાઈક પાર્ક કરીને ઠંડું પીણું પીવામાં મશગૂલ હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી ત્રણ ગઠિયાઓએ બાઈક પર ટીંગાડેલા થેલાની ક્લિપ અને ચેઈન ખોલી નાખી હતી. ગણતરીની સેક્ધડોમાં જ ગઠિયાઓ થેલામાં રાખેલી 1.70 લાખની રોકડ રકમ કાઢીને બાઈક પર સવાર થઈ જૂનાગઢ તરફ ભાગી છૂટ્યા હતા. યુવકને જ્યારે શંકા ગઈ અને તેણે થેલો ચેક કર્યો ત્યારે ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.

ભોગ બનનાર બલભદ્રસિંહજીએ જણાવ્યું હતું કે, મેં બેંકમાંથી પૈસા ઉપાડીને બાઈકના થેલામાં મૂક્યા હતા. ઠંડું પીવા માટે ગાડી રોકી ત્યારે નજર ચૂકવીને ત્રણ જણા પૈસા લઈને જતા રહ્યા હતા. મેં તાત્કાલિક પોલીસને જાણ કરી છે. ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે આસપાસની દુકાનો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ લૂંટ ચલાવીને જૂનાગઢ તરફના માર્ગે નાસી છૂટ્યા છે. પોલીસે જિલ્લાભરમાં મેસેજ પાસ કરીને ગઠિયાઓનો પીછો કરવા અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *