જામ રોજીવાળાના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે રહેતા અરવિંદભાઈ કેશુભાઈ ખીંટ નામના 20 વર્ષના યુવાને ગત તારીખ 16 જુલાઈના રોજ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી…

ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે રહેતા અરવિંદભાઈ કેશુભાઈ ખીંટ નામના 20 વર્ષના યુવાને ગત તારીખ 16 જુલાઈના રોજ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કેશુભાઈ ગોવાભાઈ ખીંટએ ભાણવડ પોલીસને કરી છે.

પતિની બીમારીથી વ્યથિત વૃદ્ધાએ જિંદગી ટૂંકાવી
ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે સોનારડી સરકારી સ્કૂલની બાજુમાં રહેતા જ્ઞાનબા કુંવરસંગ જાડેજા નામના 65 વર્ષના વૃદ્ધાએ ગત તારીખ 17 ના રોજ પોતાના ઘરે પોતાના હાથે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક જ્ઞાનબાના પતિ ઘણા સમયથી માનસિક રીતે બીમાર હોય, તેમની બીમારી જ્ઞાનબા જોઈ ન શકતા હોવાથી તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હોવા અંગેની જાણ ચંદુભા મનુભા જાડેજાએ અહીંની પોલીસને કરી છે.

દિવ્યાંગ યુવાનનું કુવામાં પડી જતા મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા રાજુભાઈ અરશીભાઈ કારાવદરા નામના 35 વર્ષના યુવાન માનસિક રીતે બીમાર અને બહેરા-મૂંગા હોય, જેના કારણે કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પૂંજાભાઈ રાજશીભાઈ કારાવદરાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *